શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જે જ્ઞાન, સંસ્કાર અને જીવનમૂલ્યો દ્વારા ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે: જિલ્લા કલેકટર
રાજપીપલા, 25 જૂન (હિ.સ.) : રાજ્યવ્યાપી આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 જા દિવસે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ નવપ્રવેશી બાળકોનું કુમકુમ તિલક કરી, તથા શૈક્ષ
School is an important center for the all-round development of children, which leads to a bright future through knowledge, culture and life values


રાજપીપલા, 25 જૂન (હિ.સ.) : રાજ્યવ્યાપી આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 જા દિવસે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ નવપ્રવેશી બાળકોનું કુમકુમ તિલક કરી, તથા શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ બાળકના શૈક્ષણિક જીવનની નવી શરૂઆતનો આનંદોત્સવ છે. શાળાના પ્રથમ દિવસે બાળકોનું ઉત્સવમય વાતાવરણમાં સ્વાગત કરવામાં આવે છે, જે ક્ષણો તેમના જીવનભર યાદગાર બની રહે છે. શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જે તેમને જ્ઞાન, સંસ્કાર અને જીવનમૂલ્યો દ્વારા ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે.

તેમણે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, પોતાના બાળકો નિયમિત રીતે શાળાએ જાય છે કે નહીં તેની સતત કાળજી રાખવી અત્યંત જરૂરી છે. બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.શિક્ષણનો મજબૂત પાયો બાળકના વ્યક્તિત્વ વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી વાલીઓ, શિક્ષકો અને સમાજના સહિયારા પ્રયાસોથી જ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ સંસ્કાર આપી શકાય છે.

જિલ્લા કલેકટરએ ગરુડેશ્વર તાલુકાની ગરુડેશ્વર પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના 13 બાલવાટિકાના 5 અને ધોરણ-1 ના 17 બાળકોને જ્યારે ખડગદા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના 5 , બાલવાટિકાના 14 અને ધોરણ-1 ના 14 બાળકોને તેમજ તિલકવાડા તાલુકાની સુરવા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના 1 બાલવાટિકાના 3 અને ધોરણ-1 ના 3 બાળકોને કુમકુમ તિલક કરી, તથા શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાળકોને પ્રેરણાદાયી સંદેશ પાઠવવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌના સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને પ્રેરણાદાયી વિષયો પર અસરકારક વક્તવ્ય રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande