સમગ્ર ગુજરાતમાં માત્ર સુરતમાં જ છ માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણની સુવિધા: હર્ષ સંઘવી
સુરત, 25 જૂન (હિ.સ.) : સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બુધવારે ઉધના સ્થિત ખટોદરા કોલોનીની પ્રાથમિક શાળામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર
उपमुख्यमंत्री हर्ष संघवी ने बच्चों का किया स्वागत


સુરત, 25 જૂન (હિ.સ.) : સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બુધવારે ઉધના સ્થિત ખટોદરા કોલોનીની પ્રાથમિક શાળામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત કન્યા વિદ્યાર્થીઓના કંકુ પગલાંથી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી નોટબુક અને પ્રવેશોત્સવ કિટનું વિતરણ કર્યું હતું.

વાલીઓને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે સમગ્ર દેશમાં સુરત એકમાત્ર એવું શહેર છે, જ્યાં મહાનગર પાલિકા દ્વારા હિન્દી, ઉર્દૂ, ઉડિયા, મરાઠી સહિત છ અલગ-અલગ માતૃભાષાઓમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી સુરતને કર્મભૂમિ બનાવનાર પરિવારોના બાળકોને તેમની માતૃભાષામાં શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ સમિતિ સતત પ્રયાસશીલ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં વસતા તમામ પ્રાંતોના નાગરિકોની ઓળખ સુરતી તરીકે જ થાય છે. સુરતની વિશેષતા એ છે કે અહીં ભાષા કે પ્રાંતના આધારે ક્યારેય વિવાદ સર્જાયો નથી. સુરતને કર્મભૂમિ બનાવનાર દરેક વ્યક્તિ ગુજરાતી અને ભારતીય છે.

સુરત મહાનગર પાલિકાના શિક્ષણ ક્ષેત્રેના પ્રયાસોની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં શિક્ષણ સમિતિની 300થી વધુ શાળાઓમાં અંદાજે બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ વર્ષે 4708 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને મનપાની શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે.

હર્ષ સંઘવીએ શિક્ષકોને બાળકોને આનંદમય અને રમતિયાળ પદ્ધતિથી શિક્ષણ આપવાની અપીલ કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધે તે માટે શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. તેમણે વાલીઓ અને શિક્ષકોને બાળકોને મોબાઈલથી દૂર રાખવા પણ અનુરોધ કર્યો હતો.

સ્વચ્છતા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમનો ઉલ્લેખ કરતાં તેમણે શાળાઓને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા સૌએ મળીને પ્રયત્નો કરવાની અપીલ કરી હતી.

બાળકો મારફતે હેલમેટ અંગે જાગૃતિ લાવવાનો સંદેશ

કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ બાળકોને તેમના માતા-પિતા વાહન ચલાવતી વખતે હેલમેટ પહેરે છે કે નહીં તે અંગે પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે બાળકોને અપીલ કરી હતી કે તેઓ પોતાના માતા-પિતાને હેલમેટ પહેરવા માટે પ્રેરિત કરે. માતા-પિતા હેલમેટ વગર બહાર જવા નીકળે તો તેમને હેલમેટ પહેરીને જ જવા માટે સમજાવે. તેમણે બાળકોને પોતાના ઘરમાં જાગૃત નાગરિક અને નાના પોલીસકર્મીની ભૂમિકા નિભાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande