
અમદાવાદ,25 જૂન (હિ.સ.) અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી પૂરતો પાણીનો જથો નથી મળી રહ્યોં તેને લઈને શહેરમાં પાણીનો કકડાટ ચાલી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાબરમતી નદી સફાઇ માટે ખાલી કરવામાં આવી હતીનું કારણ જણાવી રહ્યા હતા અને હવે પ્રદૂષણ માટે નદીમાં પાણી ભરવામાં શરૂ કર્યું પરંતુ લીલ આવવાથી ખરાબ આપવાનું કારણ જણાવી રહ્યા છે શહેરમાં પાણીનો કકડાટ ચાલી રહ્યો છે. ત્યારે પાણીનો વપરાશ કરવા માટે ગેરકાયદે કનેકશન અને મોટર-પંપનો ઉપયોગ કરવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં ઓપીડી 14 હજારને દર્દીઓને પાર થઈ છે. 1220 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.
ઝાડા, ઉલટી અને માથાના દુખાવાની ફરિયાદો વધી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ટાઈફોઈડના કેસોમાં વધારો નોંધાયો છે. ડેન્ગ્યુના 188 સેમ્પલમાંથી 6 પોઝિટિવ, મેલેરિયાના 797 નમૂનાઓમાંથી 17 પોઝિટિવ, ચિકનગુનિયાના 8 અને ટાઈફોઈડના 6 કેસ સામે આવ્યા છે. પીડિયાટ્રિક વોર્ડમાં 48 બાળકો સારવાર હેઠળ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ