ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સ ઝડપાયા, મુદ્દામાલ જપ્ત
ભાવનગર, 26 જૂન (હિ.સ.) : ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા હાથ ધરવામાં આવેલી પેટ્રોલિંગ દરમિયાન વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે કુમુદવાડી વિસ્તારમાં ભાવના
પકડાયેલા આરોપી


ભાવનગર, 26 જૂન (હિ.સ.) : ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા હાથ ધરવામાં આવેલી પેટ્રોલિંગ દરમિયાન વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે કુમુદવાડી વિસ્તારમાં ભાવના સોસાયટીના નાકે, ડિવાઇન સ્ટાર બિલ્ડિંગ સામે અને ન્યૂ ખોડિયાર પાનની દુકાનની બાજુમાં જાહેરમાં ગંજીપત્તાથી પૈસાની હાર-જીતનો હાથકાંપનો જુગાર રમાઈ રહ્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક રેડ કરી હતી.

પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કુલ આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી ગંજીપત્તાના 52 પાનાં તેમજ રોકડ રૂ. 29,790 મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં અનિલ માવજીભાઈ રાઠોડ, ચિરાગ પ્રવિણભાઈ પરમાર, આકાશ રમેશભાઈ જાંબુચા, ધર્મેશ રમેશભાઈ સોલંકી, સંજય ઉર્ફે ભોલુ મનસુખભાઈ બારૈયા, વિશાલ ઉર્ફે દાઢી છનાભાઈ સોલંકી, હિતેશ ધરમશીભાઈ સોલંકી તથા રાજુગીરી હિંમતગીરી ગૌસ્વામીનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારોના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ અંગે એલસીબી દ્વારા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર પ્રતિબંધક ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે જાહેરમાં જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત નજર રાખવામાં આવી રહી છે અને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભાવનગર પોલીસની આ કાર્યવાહીથી જાહેર સ્થળોએ ચાલતી ગેરકાયદે જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો વધુ એક પ્રયાસ સફળ બન્યો છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે જાણ થાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande