ગઢડામાં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, ૭૭ દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો
બોટાદ, 26 જૂન (હિ.સ.)ગઢડા ખાતે છેલ્લા ૧૧ વર્ષથી રક્તદાન, શિક્ષણ, આરોગ્ય અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવામાં અગ્રેસર રહેલી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ પી.ટી.સી. કોલેજ, બોટાદ રોડ, ગઢડા ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું
કેમ્પ નો લાભ લેતા લાભાર્થી


બોટાદ, 26 જૂન (હિ.સ.)ગઢડા ખાતે છેલ્લા ૧૧ વર્ષથી રક્તદાન, શિક્ષણ, આરોગ્ય અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવામાં અગ્રેસર રહેલી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ પી.ટી.સી. કોલેજ, બોટાદ રોડ, ગઢડા ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં અમદાવાદની પ્રખ્યાત જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે સેવા આપી હતી. કેમ્પ દરમિયાન ફિઝિશિયન (મેડિસિન), જનરલ સર્જન, સ્કિન સ્પેશિયાલિસ્ટ તેમજ ઓર્થોપેડિક અને સ્પાઈન વિભાગના અનુભવી ડૉક્ટરો દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.

મેડિકલ કેમ્પમાં કુલ ૭૭ દર્દીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. તપાસ બાદ જરૂરી દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સમયસર નિદાન અને સારવારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડાના આગેવાનોએ જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચે અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સારવાર મળી રહે તેવા હેતુથી આવા સેવા કાર્યનું નિયમિત આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૧૧ વર્ષથી સંસ્થા રક્તદાન શિબિરો, શૈક્ષણિક સહાય, આરોગ્યલક્ષી કાર્યક્રમો અને વિવિધ જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા સમાજને સતત સેવા આપી રહી છે.

કેમ્પના સફળ આયોજનમાં જાયન્ટ્સ ગ્રુપના તમામ સભ્યો, સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા તથા જીસીએસ હોસ્પિટલના તબીબો અને સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્થાનિક લોકોએ સંસ્થાની આ સેવાકીય પહેલને આવકારી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન થતું રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande