પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શુભેચ્છા મુલાકાત કરી
ગાંધીનગર, 26 જૂન (હિ.સ.) : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુરુવારે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા
નવી દિલ્હી ખાતે મુલાકાત


ગાંધીનગર, 26 જૂન (હિ.સ.) : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુરુવારે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રધાનમંત્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા હતા. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

રાજ્યપાલએ પ્રધાનમંત્રીના સંકલ્પોને અનુરૂપ રાજ્યમાં વીજળી બચત માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત લોકભવનના દિશા-નિર્દેશોથી સમગ્ર ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, વિશ્વવિદ્યાલયો, નગરપાલિકા-મહાનગરપાલિકામાં વીજળી બચતનું અભિયાન મિશન મોડ પર ચાલી રહ્યું છે.

મુલાકાત દરમિયાન રાજ્યપાલ દ્વારા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્યપાલએ ગ્રામીણ સ્તરે સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ, સંસ્કાર, રોજગાર, આરોગ્ય, નશામુક્તિ, પશુપાલન, સરકારી યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા વગેરે માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો પ્રધાનમંત્રીને આપી હતી. આ ઉપરાંત ગ્રામજનો સાથેના સીધા સંવાદ દ્વારા મળેલા સકારાત્મક પ્રતિભાવો વિશે પ્રધાનમંત્રીને અવગત કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande