પાટણમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે કડક નિયમો અમલમાં
પાટણ, 26 જૂન (હિ.સ.) પાટણ નગરપાલિકાએ શહેરના તમામ વોર્ડમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWGs) માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 મુજબ કડક અમલીકરણ શરૂ કર્યું છે. આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરીને હાથ ધરાઈ છે. 20,000 ચોરસ મીટરથી વધુ બાંધ
પાટણમાં ગેરકાયદે હોર્ડિંગ્સ સામે નગરપાલિકાની કડક કાર્યવાહી


પાટણ, 26 જૂન (હિ.સ.) પાટણ નગરપાલિકાએ શહેરના તમામ વોર્ડમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWGs) માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 મુજબ કડક અમલીકરણ શરૂ કર્યું છે. આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરીને હાથ ધરાઈ છે.

20,000 ચોરસ મીટરથી વધુ બાંધકામ વિસ્તાર, દૈનિક 40 હજાર લિટરથી વધુ પાણીનો ઉપયોગ અથવા 100 કિલોગ્રામથી વધુ કચરો ઉત્પન્ન કરતી સંસ્થાઓને બલ્ક વેસ્ટ જનરેટર ગણવામાં આવશે.

આ નિયમો હોટેલ-રેસ્ટોરન્ટ, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, યુનિવર્સિટીઓ, મોટા એપાર્ટમેન્ટ્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ્સને લાગુ પડશે.

તમામ બલ્ક વેસ્ટ જનરેટર્સે પોતાના પરિસરમાં જ ભીના કચરાનું વૈજ્ઞાનિક રીતે પ્રોસેસિંગ કરવું ફરજિયાત રહેશે. જ્યારે સૂકા કચરાનું અલગ વર્ગીકરણ કરીને અધિકૃત રિસાયકલર્સને જ સોંપવાનું રહેશે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને પર્યાવરણીય કાયદા હેઠળ દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande