
અમદાવાદ, 26 જૂન (હિ.સ.) : અમદાવાદ શહેરમાં આવેલા તળાવોમાં પાણીમાં ઓક્સિજનના અભાવે માછલીઓ મરવાની ઘટનાઓ સામે આવીતી રહી છે. આવી જ એક ઘટનાનો અસારવામાં તળાવમાં પણ મોટા પ્રમાણમાં માછલીઓના મૃત્યુ થયા હોવા અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
થોડા સામે પહેલા પૂર્વ વિસ્તારના વસ્ત્રાલના તળાવ બાદ હવે અસારવામાં તળાવમાં પણ મોટા પ્રમાણમાં માછલીઓના મૃત્યુ થયા હોવા અંગેના સમાચાર સામે આવ્યા છે.
તળાવમાં રહેલા પાણીમાં ઓક્સિજન માટે એરેટર પણ મૂકવામાં આવતા હોય છે છતાં પણ માછલીઓના મૃત્યુ થતાં થતા અનેક સવાલો ઉભા થયા છે. અસારવા તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મરી ગયેલી મળી આવતા આસપાસમાં પણ દુર્ગંધ ફેલાઈ છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અસારવા તળાવ ગાર્ડનમાં અસંખ્ય માછલીઓના મોતનો બનાવ સામે આવ્યો છે. તળાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા માછલીઓના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માછલીઓને ઓક્સિજન મળી રહે તેના માટે એરેટર (ઓક્સિજન મશીનો) મૂકવામાં આવે છે.
એએમસી દ્વારા કોન્ટ્રાક્ટરને ભાડું પણ ચૂકવવામાં આવે છે. છતાં મશીનો કાર્યરત કેમ ન હતા તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.
અગાઉ પણ સાબરમતી નદીમાં ઓક્સિજનની અછત અને પાણીની સ્થિતિને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોતની ઘટના સામે આવી હતી. ત્યારે પણ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. હાલ અસારવા તળાવ ગાર્ડનમાં મોટા પ્રમાણમાં માછલીઓના મૃત્યુ થયા છે ત્યારે આસપાસમાં ભારે દુર્ગંધ ફેલાતા ઘટનાને લઈને સ્થાનિકો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને તળાવની યોગ્ય દેખરેખની માંગ કરી રહ્યા છે.
મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, અસારવા તળાવમાં પાણી ઘટી ગયું હોવાના કારણે માછલીઓ મરી હોવાની શક્યતા છે. જો કે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ. તળાવમાં જે ઓક્સિજન મશીન લગાવેલા છે તે તમામ મશીનો ચાલુ છે. કેમિકલ અને પાવડર ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવેલી છે. જો કે વરસાદ ન આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ