બોટાદના વોર્ડ નં. 3 ખાતે, આરોગ્ય શિબિર અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
બોટાદ, 07 જૂન (હિ.સ.)બોટાદ શહેરના વોર્ડ નં. 3 સ્થિત કોળી બોર્ડિંગ ખાતે જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય શિબિર અને સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને તેમના વિસ્તારમાં જ વિવિધ આરોગ્ય સેવાઓ અને સરકારી ય
કેમ્પ નો લાભ લેતા લોકો


બોટાદ, 07 જૂન (હિ.સ.)બોટાદ શહેરના વોર્ડ નં. 3 સ્થિત કોળી બોર્ડિંગ ખાતે જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય શિબિર અને સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને તેમના વિસ્તારમાં જ વિવિધ આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, દર્દીઓ અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા દર્દીઓનું આરોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ જરૂરી માર્ગદર્શન અને સારવાર અંગે સલાહ આપવામાં આવી હતી. શિબિરમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સામાન્ય રોગોની તપાસ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના હોદેદારો, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય સેવાઓને લોકો સુધી પહોંચાડવાના સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને આવા કાર્યક્રમો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે સતત આયોજન થતું રહેવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી, તેમજ જરૂરી દસ્તાવેજી કામગીરી અને અરજીઓ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જેના કારણે લાભાર્થીઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવા વગર પોતાના વિસ્તાર ખાતે જ સેવાઓનો લાભ મેળવવાની સુવિધા મળી હતી.

સ્થાનિક નાગરિકોએ જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગના આ પ્રયાસને આવકારતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા સામાન્ય લોકોને આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે છે. સમગ્ર કાર્યક્રમ લોકભાગીદારી અને સેવાભાવના ઉત્તમ ઉદાહરણરૂપ બની રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande