આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃતિ દિવસ (ILCAD-2026) અંતર્ગત, વિશેષ જનજાગૃતિ અભિયાન
ભાવનગર 7 જૂન (હિ.સ.) રેલવે સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃતિ દિવસ (International Level Crossing Awareness Day – ILCAD-2026) નિમિત્તે તા. 07 જૂનથી 09 જૂન 2026 દરમિયાન વ્યાપક જનજાગ
આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃતિ દિવસ


ભાવનગર 7 જૂન (હિ.સ.) રેલવે સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃતિ દિવસ (International Level Crossing Awareness Day – ILCAD-2026) નિમિત્તે તા. 07 જૂનથી 09 જૂન 2026 દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વર્ષના અભિયાનનો મુખ્ય સંદેશ “સંરક્ષા પ્રથમ, હંમેશા અને દરેક જગ્યાએ” (Safety First, Always and Everywhere) છે.

મંડળના વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી માનિક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તમામ ટ્રાફિક ઇન્સ્પેક્ટર (TI), સેક્શન કંટ્રોલર (SC), વરિષ્ઠ સેક્શન ઇજનેર (પથ) [SSE (P.Way)], સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ/સ્ટેશન માસ્ટર (SS) તેમજ રેલવે સુરક્ષા બળ (RPF)ના અધિકારીઓ અને કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્રના મુખ્ય લેવલ ક્રોસિંગ ફાટકો પર વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અભિયાન દરમિયાન રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ સામાન્ય નાગરિકો, વાહનચાલકો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને લેવલ ક્રોસિંગ ફાટકો પર સુરક્ષિત વર્તન અંગે જાગૃત કરશે. તેમને બંધ ફાટક પાર ન કરવા, ફાટક ખુલ્યા સુધી ધીરજપૂર્વક રાહ જોવાની, ટ્રેન સાથે સ્પર્ધા ન કરવાની તેમજ રેલવે સંરક્ષા નિયમોનું પાલન કરવાની પ્રેરણા આપવામાં આવશે.

જનજાગૃતિ કાર્યક્રમોમાં પેમ્ફલેટ વિતરણ, સંરક્ષા પ્રતિજ્ઞા, જનસંવાદ, જાહેર જાહેરાતો તથા સંરક્ષા સંદેશાઓના પ્રસારણ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. સાથે સાથે રેલવે અધિનિયમ, 1989ની કલમ 160 હેઠળ લેવલ ક્રોસિંગ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન દંડનીય ગુનો હોવાનું તથા દોષિત સાબિત થનારને 5 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે તેની પણ માહિતી આપવામાં આવશે.

પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જનતાને અપીલ કરી છે કે, તેઓ લેવલ ક્રોસિંગ ફાટકો પર સંરક્ષા નિયમોનું પાલન કરે અને સુરક્ષિત રેલ સંચાલનમાં પોતાનો સહયોગ આપે. જનસુરક્ષા સુનિશ્ચિત કરવી એ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande