ભાવનગર એસ. ટી. વિભાગ દ્વારા સ્વછતા અંતર્ગત દંડ કરવામાં આવ્યો
ભાવનગર, 07 જૂન (હિ.સ.) : ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે બસ સ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે ''સ્વચ્છતા હી સેવા'' અને ''સ્વચ્છતા હી પરમો ધર્મ'' ઉદેશ્ય ને સાચા અર્થ મા સાર્થક કરવા માટે સતત પ
ભાવનગર ડેપો ફાઇલ ફોટો


ભાવનગર, 07 જૂન (હિ.સ.) : ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે બસ સ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે 'સ્વચ્છતા હી સેવા' અને 'સ્વચ્છતા હી પરમો ધર્મ' ઉદેશ્ય ને સાચા અર્થ મા સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે અને નિગમ પરિસર મા જયાં ત્યાં પાન મસાલાની પીચકારી ન મારવી બસ કે બસ સ્ટેશનમા ગંદકી ન ફેલાવવા અનુરોધ પણ કરવામા આવે છે. તેમ છતાં કેટલાક તત્વો આ બાબતને નજર અંદાજ કરી રહયા હોય તેવું જોવા મળેલ આવા તત્વો સામે એસ.ટી. પ્રસાશન દ્વારા સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અનવયે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ ચલાવવા મા આવેલ છે.

જેમા માહે-મે-૨૦૨૬ દરમિયાન ભાવનગર વિભાગના અલગ અલગ ડેપો ખાતે આવી કાર્યવાહી જેમા અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ જેવા કે જાહેર સ્થળો એ ધુમ્રપાન કરવું, સીધી કે આડકતરી રીતે અધિનિયમ-૨૦૦૩ ના ભંગ બાબતે કુલ ૨૪૯ ઈસમો પાસેથી દંડ પેટે રૂા. ૩૨૮૦/- ની રકમ વસુલવામા આવેલ હતી. જેમાં ભાવનગર ડેપોમાં કેઈસની સંખ્યા ૩૨ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૩૬૦/-, તળાજા ડેપો કેઈસ ની સંખ્યા ૩૧ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૬૨૦/-, મહુવા ડેપો કેઈસની સંખ્યા ૩૧ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૬૫૦/-, પાલીતાણા ડેપો કેઈસની સંખ્યા ૩૧ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૩૪૦/-, ગારીયાધાર ડેપો કેઈસની સંખ્યા ૩૧ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૩૧૦/-, બરવાળા ડેપો કેઈસની સંખ્યા ૩૧ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૩૪૦/-, બોટાદ ડેપો કેઈસની સંખ્યા ૩૧ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૩૫૦/-, ગઢડા ડેપો કેઈસની સંખ્યા ૩૧ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૩૧૦/- આમ, કુલ ૨૪૯ કેઈસ દ્વારા રૂ. ૩૨૮૦/- દંડ પેટે લેવામાં આવ્યા હતા.આ તકે એસ. ટી. પ્રશાસન દ્વારા મુસાફર જનતાને પુન; વિનંતી કરવામા આવે છે કે આવી દંડનાત્મક કાર્યવાહીથી બચવા મુસાફર જનતા જાતે જ સ્વચ્છતા જાળવે અને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા સમજાવે જેમ કે બસ કે બસ સ્ટેશન પરિસરમા ધુમ્રપાન ન કરવુ, પાન મસાલાની પીચકારી ન મારવી, અને જયાં ત્યાં કચરો ન ફેકી ડસ્ટબીન જ મા નાખવો જેથી નિગમના દરેક મુસાફરોને સ્વચ્છ અને આરોગ્ય પ્રદ વાતાવરણ મળી રહે તે માટે નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande