ગીર પૂર્વમાં ગર્ભવતી સિંહણના મોતથી ખળભળાટ, બેદરકારી મામલે ફોરેસ્ટરની બદલી
અમરેલી, 07 જૂન (હિ.સ.) : ગીર પૂર્વ વન વિભાગ વિસ્તારમાં એક પ્રેગ્નન્ટ સિંહણના મોતની ઘટનાએ વન વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે. ઘટનાને લઈને વન્યજીવપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન વન વિભાગની કામગીરી અન
ગીર પૂર્વમાં પ્રેગ્નન્ટ સિંહણના મોતથી ખળભળાટ, બેદરકારી મામલે ફોરેસ્ટરની બદલી


અમરેલી, 07 જૂન (હિ.સ.) : ગીર પૂર્વ વન વિભાગ વિસ્તારમાં એક પ્રેગ્નન્ટ સિંહણના મોતની ઘટનાએ વન વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે. ઘટનાને લઈને વન્યજીવપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન વન વિભાગની કામગીરી અને દેખરેખ અંગે કેટલાક પ્રશ્નો ઊભા થતાં જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ગર્ભવતી સિંહણની તબિયત અને હલચલ અંગે અગાઉથી કેટલીક સૂચનાઓ હોવા છતાં સમયસર યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ફરજમાં બેદરકારીની આશંકા સામે આવતા સંબંધિત ફોરેસ્ટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહણના મોતના ચોક્કસ કારણો જાણવા માટે પોસ્ટમોર્ટમ અને અન્ય વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અહેવાલ બાદ વધુ જવાબદારી નક્કી કરવામાં આવશે તેવી શક્યતા છે.

ગીર એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન હોવાથી અહીં દરેક સિંહ અને સિંહણનું સંરક્ષણ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ગર્ભવતી સિંહણના મોતની ઘટનાએ વન્યજીવ સંરક્ષણ વ્યવસ્થાની અસરકારકતા અંગે ચર્ચા જગાવી છે. સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande