કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ, બોટાદ ખાતે શૈક્ષણિક સેમિનાર અને સ્ટાફ મીટિંગ યોજાઈ
બોટાદ, 07 જૂન (હિ.સ.)બોટાદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ, બોટાદ ખાતે નવા શૈક્ષણિક વર્ષના આયોજન, શૈક્ષણિક ગુણવત્તામાં વધારો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિ
મિટિંગ યોજતા આગેવાનો


બોટાદ, 07 જૂન (હિ.સ.)બોટાદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ, બોટાદ ખાતે નવા શૈક્ષણિક વર્ષના આયોજન, શૈક્ષણિક ગુણવત્તામાં વધારો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી સંસ્થાના ડાયરેક્ટર દિનેશભાઈ જાખણિયાના અધ્યક્ષ સ્થાને શૈક્ષણિક સેમિનાર અને સ્ટાફ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાજેતરમાં જાહેર થયેલા બોર્ડના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી. ધોરણ 12નું 100 ટકા અને ધોરણ 10નું 94.44 ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત થતાં તમામ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સ્ટાફ મીટિંગ દરમિયાન શાળાની શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળાનો સમય, શિસ્ત અને વ્યવસ્થા, વાલી સંપર્ક, વાલી કાઉન્સલિંગ, હોમવર્ક, વિવિધ સમિતિઓની રચના, માસિક એકમ કસોટી, વિવિધ કામગીરી માટે કો-ઓર્ડિનેટરોની નિમણૂક, વાંચન-લેખન-ગણન અભિયાન, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું વાર્ષિક આયોજન, કન્વીનરોની નિમણૂક, મૂલ્યલક્ષી શિક્ષણ, લાયબ્રેરીમાં પુસ્તક વાંચન, રમતગમત પ્રવૃત્તિઓનું વાર્ષિક આયોજન તેમજ ધોરણ 11 અને 12માં વ્યવસાયલક્ષી શિક્ષણ અને કોમર્સ પ્લસ કાર્યક્રમને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારબાદ યોજાયેલા શૈક્ષણિક સેમિનારમાં નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણની ગુણવત્તા વધારવા, નવીન શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા તથા પ્રાયોગિક શિક્ષણને વધુ અસરકારક બનાવવા અંગે માર્ગદર્શન અને વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત શિક્ષક મિત્રોને વિવિધ વહીવટી અને શૈક્ષણિક કામગીરી માટે જરૂરી ફાઈલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસક્રમ ફાઇલ,વાલી સંપર્ક ફાઈલ, બુક/સ્વાધ્યાય પોથી તપાસ ફાઈલ, પરિણામ ફાઈલ, પરીક્ષા પેપર ફાઈલ, વ્યક્તિગત ફાઈલ, વાલી કાઉન્સલિંગ ફાઈલ, આધાર ડાયસ ફાઇલ સહિતની વિવિધ ફાઈલોનો સમાવેશ થતો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષકમિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શૈક્ષણિક સેમિનાર અને સ્ટાફ મીટિંગને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande