લાઠીના ભુરખીયા ગામે રૂ. 38.30 લાખના તળાવ રીસ્ટોરેશન કાર્યનું ખાતમુહૂર્ત, ખેડૂતોને મળશે મોટો લાભ
અમરેલી, 07 જૂન (હિ.સ.) લાઠી તાલુકાના ભુરખીયા ગામે ખેડૂતો માટે મહત્વપૂર્ણ ગણાતા તળાવ રીસ્ટોરેશન કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રૂ. 38.30 લાખના ખર્ચે હાથ ધરવામાં આવનાર આ
લાઠીના ભુરખીયા ગામે રૂ. 38.30 લાખના તળાવ રીસ્ટોરેશન કાર્યનું ખાતમુહૂર્ત, ખેડૂતોને મળશે મોટો લાભ


અમરેલી, 07 જૂન (હિ.સ.) લાઠી તાલુકાના ભુરખીયા ગામે ખેડૂતો માટે મહત્વપૂર્ણ ગણાતા તળાવ રીસ્ટોરેશન કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રૂ. 38.30 લાખના ખર્ચે હાથ ધરવામાં આવનાર આ કામગીરીથી વિસ્તારમાં પાણી સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની સાથે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. પાણી સંચય અને સિંચાઈ સુવિધાઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના કારણે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી મળી રહી છે. તેમણે જણાવ્યું કે, તળાવના રીસ્ટોરેશન બાદ વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે, જેનાથી આસપાસના વિસ્તારોના ખેડૂતોને ખેતી માટે વર્ષભર વધુ સુવિધા મળશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પાણી એ ખેતીનો મુખ્ય આધાર છે અને પાણીના સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તળાવનું પુનઃસ્થાપન પૂર્ણ થયા બાદ માત્ર સિંચાઈ માટે જ નહીં પરંતુ ભૂગર્ભ જળસ્તર સુધારવામાં પણ મદદ મળશે. પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન અને આવકમાં વધારો થવાની સંભાવના છે.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી, સંગઠનના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચશ્રી, ખેડૂત આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિકાસમુખી વાતાવરણમાં યોજાયો હતો અને ગ્રામજનોએ આ કાર્યને આવકાર્યું હતું.

ભુરખીયા તળાવ રીસ્ટોરેશન યોજના વિસ્તારના જળસંચય અને કૃષિ વિકાસ માટે, મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande