મહેસાણા જિલ્લામાં 12 થી 20 જૂન દરમિયાન, 42 સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે
મહેસાણા, 07 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સીધો પહોંચાડવા માટે 12 થી 20 જૂન દરમિયાન ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 42 સ્થળોએ યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે મહેસાણા જિલ્લામાં પ્રગતિ પથયાત્રા, જન કલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે બેઠકમાં જણાવ્યું હતું કે તા. 08 જૂનથી 14 જૂન દરમિયાન જિલ્લામાં ‘પ્રગતિ પથયાત્રા’ યોજાશે. આ યાત્રા દ્વારા સરકારના વિકાસલક્ષી કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ, પ્રવાસન સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને સહકારી પ્રવૃત્તિઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત સીટ દીઠ કુલ 42 જન કલ્યાણ શિબિરો યોજાશે. ઉપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વિશેષ જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે. જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન સંભવતઃ 12 જૂને પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમો પણ યોજાશે. બેઠકમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સહિતના લોકપ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


મહેસાણા, 07 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સીધો પહોંચાડવા માટે 12 થી 20 જૂન દરમિયાન ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 42 સ્થળોએ યોજાનારી આ શિબિરો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

શિબિરોમાં કેન્દ્ર સરકારની 15 મહત્વપૂર્ણ યોજનાઓ તેમજ રાજ્ય સરકારની 55થી વધુ યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયુષ્માન ભારત, આયુષ્માન વય વંદના, પીએમ સૂર્યઘર યોજના, પીએમ સ્વનિધિ યોજના, લખપતિ દીદી સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં નોંધણી અને લાભ વિતરણની કામગીરી હાથ ધરાશે. સાથે જ સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ અંગે પણ લોકોને માહિતી આપવામાં આવશે.

શિબિરોના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ સમિતિઓની રચના કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે વિશેષ બેઠક વ્યવસ્થા સહિત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત યોજનાઓ અંગેના બુકલેટ અને પેમ્પલેટનું વિતરણ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.

મહેસાણા જિલ્લાના ઊંઝા, વડનગર, ખેરાલુ, વિસનગર, વિજાપુર, કડી, જોટાણા, બેચરાજી સહિતના તાલુકાઓમાં સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શિબિરો યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ પાત્ર નાગરિકોને શિબિરોનો લાભ લેવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande