ભાવનગરની શ્રી સુરભી ગૌશાળાની મંત્રી જીતુ વાઘાણી દ્વારા મુલાકાત, ગૌસેવા કાર્યને બિરદાવ્યું
ભાવનગર, 07 જૂન (હિ.સ.) : ગૌસેવા એ માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ કાર્ય નથી, પરંતુ ભારતીય સનાતન સંસ્કૃતિ, જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને કૃષિ આધારિત ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ ભાવનાને વધુ મજબૂત બનાવતા રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણ
ગૌશાળા ની મુકાલત લેતા જીતુભાઈ


ભાવનગર, 07 જૂન (હિ.સ.) : ગૌસેવા એ માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ કાર્ય નથી, પરંતુ ભારતીય સનાતન સંસ્કૃતિ, જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને કૃષિ આધારિત ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ ભાવનાને વધુ મજબૂત બનાવતા રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ભાવનગર સ્થિત શ્રી સુરભી ગૌશાળા અને ગૌ સેવા સંસ્થાનની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન તેમણે ગૌશાળામાં આશ્રિત ગૌવંશના સ્વાસ્થ્ય, સારવાર, પોષણ અને જાળવણી માટે ઊભી કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગૌવંશને યોગ્ય સંભાળ મળી રહે તે માટે સંસ્થા દ્વારા કરવામાં આવતા પ્રયાસો તેમજ ગૌસેવા અને ગૌ સંરક્ષણ માટે અમલમાં મુકાયેલી કાર્યપ્રણાલી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

જીતુભાઈ વાઘાણીએ ગૌશાળાના સેવાભાવી કાર્યકરો સાથે સંવાદ કરી તેમના દ્વારા નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવતી સેવાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગૌમાતાના જતન, સંરક્ષણ અને સેવા માટે કાર્યરત લોકો સમાજ માટે પ્રેરણારૂપ છે. ગૌસેવાનો આ યજ્ઞ કરુણા, સંવેદના, જીવદયા અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતું ઉત્તમ ઉદાહરણ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગૌવંશનું સંવર્ધન પ્રાકૃતિક ખેતી, જમીનની ઉર્વરતા, પર્યાવરણના સંતુલન અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણ સાથે સીધું જોડાયેલું છે. રાજ્ય સરકાર ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ યોજનાઓ અને સહાયકીય પગલાં દ્વારા સતત પ્રતિબદ્ધ રહી છે.

મુલાકાત દરમિયાન ગૌશાળાની કામગીરી, સ્વચ્છતા અને ગૌવંશ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે મંત્રીએ ગૌસેવાના આ પવિત્ર કાર્ય સાથે જોડાયેલા તમામ સેવાભાવી કાર્યકરો, સંચાલકો અને દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમના સમર્પણને બિરદાવ્યું હતું. આ મુલાકાત ગૌસેવાના મહત્વ અંગે સમાજમાં વધુ જાગૃતિ લાવનારી અને પ્રેરણાદાયી સાબિત થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande