પાટણ શહેરમાં ફાયરિંગ કરીને હત્યા કરવાના ચકચારી કેસમાં, મુખ્ય આરોપીની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે નામંજૂર કરી
પાટણ, 07 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં નીલમ સિનેમા નજીક યુસુફ ખાન પઠાણની ફાયરિંગ કરીને હત્યા કરવાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી જાહીરખાન ઉર્ફે ખોખરા અબ્બાસખાન બેલીમની વચગાળાની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની ક
પાટણ શહેરમાં ફાયરિંગ કરીને હત્યા કરવાના ચકચારી કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે નામંજૂર કરી


પાટણ, 07 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં નીલમ સિનેમા નજીક યુસુફ ખાન પઠાણની ફાયરિંગ કરીને હત્યા કરવાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી જાહીરખાન ઉર્ફે ખોખરા અબ્બાસખાન બેલીમની વચગાળાની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 126(2), 61(2) તેમજ આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.

આરોપીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 30 મે, 2026ના રોજ તેના ભાઈનું અને 31 મે, 2026ના રોજ માતા સલમાબેનનું અવસાન થયું હતું. માતાની દફનવિધિ માટે કોર્ટ દ્વારા અગાઉ પોલીસ જાપ્તા સાથે હાજરીની મંજૂરી આપવામાં આવી હતી.

વકીલ પક્ષે ભાઈ અને માતાની ઝીયારત સહિતની ધાર્મિક વિધિઓ તેમજ પરિવારની જરૂરી વ્યવસ્થા માટે 15 દિવસના વચગાળાના જામીન આપવા માંગણી કરી હતી. તેમના જણાવ્યા મુજબ ઘરમાં અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ ઉપલબ્ધ નથી.

સરકારી વકીલ જે.જે. બારોટે અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, તપાસમાં આરોપીના પરિવારમાં મોટાભાઈ, બહેનો અને અન્ય સગા-સંબંધીઓ હાજર હોવાનું સામે આવ્યું છે, જેથી ધાર્મિક વિધિઓ માટે આરોપીની હાજરી અનિવાર્ય નથી.

કોર્ટે ગુનાની ગંભીરતા, આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને નાસી છૂટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, જાહીરખાન ઉર્ફે ખોખરાની 15 દિવસની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande