ભરૂચના પનોતા પુત્ર પથિક શુક્લએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકીને ગુજરાતનું નામ રોશન કર્યું
- 2010 થી 2026 સુધીમાં કેનેડાઓમાં રહી ઘણા ઇતિહાસ રચ્યા છે - બ્રેમ્પટન એપિલ ટ્રિબ્યુનલના ચેરપર્સન તરીકે નિમણૂક થઈ પદ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી તરીકે ઇતિહાસ રચ્યો - રાણી એલિઝાબેથના પ્લેટિનમ જુબિલી નિમિત્તે પસંદ કરાયેલા 60 કેનેડિયન્સમાં પથિક શુક્લ
મારી ઓળખ ભરૂચ છે, મારી ઓળખ ભારત છે પથિક શુક્લની પ્રેરણાદાયી સફળતાની ગાથા


મારી ઓળખ ભરૂચ છે, મારી ઓળખ ભારત છે પથિક શુક્લની પ્રેરણાદાયી સફળતાની ગાથા


મારી ઓળખ ભરૂચ છે, મારી ઓળખ ભારત છે પથિક શુક્લની પ્રેરણાદાયી સફળતાની ગાથા


મારી ઓળખ ભરૂચ છે, મારી ઓળખ ભારત છે પથિક શુક્લની પ્રેરણાદાયી સફળતાની ગાથા


મારી ઓળખ ભરૂચ છે, મારી ઓળખ ભારત છે પથિક શુક્લની પ્રેરણાદાયી સફળતાની ગાથા


- 2010 થી 2026 સુધીમાં કેનેડાઓમાં રહી ઘણા ઇતિહાસ રચ્યા છે

- બ્રેમ્પટન એપિલ ટ્રિબ્યુનલના ચેરપર્સન તરીકે નિમણૂક થઈ પદ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી તરીકે ઇતિહાસ રચ્યો

- રાણી એલિઝાબેથના પ્લેટિનમ જુબિલી નિમિત્તે પસંદ કરાયેલા 60 કેનેડિયન્સમાં પથિક શુક્લાનો સમાવેશ થયો

ભરૂચ, 07 જૂન (હિ.સ.) : પથિક શુક્લાની આ સફર માત્ર સફળતાની જ કહાની નથી, પરંતુ તે પાછળ વર્ષોનો સંઘર્ષ, ત્યાગ અને સંસ્કારોનું સિંચન છે. તેમની આ જીવન ગાથા આજે દરેક ભારતીય અને ખાસ કરીને ભરૂચના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે. માતૃભૂમિ પ્રત્યેનો અખંડ પ્રેમ જ તેમને સતત આગળ વધવા માટેનું બળ પૂરું પાડે છે. ટોરોન્ટોની તાજેતરની મુલાકાત દરમિયાન ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે આનંદ અને સન્માનની મુલાકાત કરી હતી .

ભરૂચના પનોતા પુત્ર પથિક શુક્લએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકીને માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં પ્રતિષ્ઠિત સ્થાન પર પસંદગી પામનાર તેઓ પ્રથમ ગુજરાતી બન્યા છે, જે બદલ ચારેતરફથી તેમને અભિનંદન મળી રહ્યા છે.પોતાની આ અભૂતપૂર્વ સિદ્ધિઓ અને સફળતાના શિખરો સર કર્યા હોવા છતાં, પથિક શુક્લના હૃદયમાં પોતાની માતૃભૂમિ ભરૂચ પ્રત્યેનો પ્રેમ અને લાગણી આજે પણ અતૂટ છે. હજારો કિલોમીટર દૂર વિદેશમાં રહીને પણ તેઓ ગૌરવપૂર્વક કહે છે કે, “મારી ઓળખ ભરૂચ છે, મારી ઓળખ ભારત છે.” આ શબ્દો તેમની માતૃભૂમિ પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને સંસ્કારોનું પ્રતિબિંબ પાડે છે.

પથિક શુક્લ એક સામાન્ય પરિવારનો દીકરો, પરંતુ અસાધારણ સંકલ્પ, સેવા ભાવના અને અડગ નિશ્ચય ધરાવતો વ્યક્તિ. અંગીરસ અને ધર્મિષ્ઠા શુક્લના લાડકવાયા પથિકે પોતાના બાળપણના અમૂલ્ય વર્ષો ભરૂચમાં વિતાવ્યા. રૂંગટા વિદ્યાભવન જેવી પ્રતિષ્ઠિત શાળામાં કિન્ડરગાર્ટનથી લઈને 12મું ધોરણ સુધીના લગભગ 15 વર્ષનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, નર્મદા કોલેજ, ઝાડેશ્વરથી ગ્રેજ્યુએશન અને એમબીએ પૂર્ણ કરી, તેણે વિશ્વપ્રસિદ્ધ એગ્રોકેમિકલ કંપની યુપીએલ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

બાળપણથી જ વક્તૃત્વ, વાંચન અને સમાજસેવામાં રસ ધરાવતા પથિકે અનેક સ્પર્ધાઓમાં પુરસ્કારો જીત્યા. માતા-પિતાથી મળેલા સંસ્કારોએ તેને સમાજસેવામાં આગળ વધાર્યો. ભરૂચ જેસીસ અને રોટરેક્ટ ક્લબમાં પ્રમુખ તરીકે સેવા આપતાં તેણે અનેક સમાજકલ્યાણ કાર્યોને સફળતાપૂર્વક આગળ વધાર્યા છે.

મુંબઈમાં મલ્ટીનેશનલ કંપનીમાં સ્થિર અને સારી કારકિર્દી હોવા છતાં, પરિવારને વધુ સારી જીવનશૈલી આપવાના સપના સાથે પથિકે એક કઠિન પરંતુ સાહસિક નિર્ણય લીધો કેનેડા સ્થળાંતર કરવાનો.

2010માં જ્યારે પથિક કેનેડા પહોંચ્યો, ત્યારે તે એક “એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ” ઇમિગ્રન્ટ તરીકે નવી જમીન પર ઊભો હતો. ભરૂચના 40°Cના તાપમાનથી લઈને સાસ્કાટૂનની -45°C સુધીની હાડ થીજી જાય તેવી ઠંડી આ માત્ર હવામાનનો બદલાવ નહોતો, પણ જીવનની કઠિન પરીક્ષા હતી. શરૂઆતના દિવસોમાં નોકરી, ઓળખાણ અને સમુદાય સાથે જોડાવું દરેક બાબત સંઘર્ષભરી હતી.

પરંતુ પથિકે હાર માનવી નહોતી. પોતાની મહેનત, સંકલ્પ અને વિશ્વાસના બળ પર તેણે આગળ વધવાનું શરૂ કર્યું. તેના જીવનસાથી રૂચા શુક્લાનો અડગ સાથ તેની સૌથી મોટી શક્તિ રહ્યો. સાસ્કાટૂનમાં મંદિર ટ્રસ્ટી તરીકે સેવા આપવાથી શરૂ કરીને, સાસ્કાટૂનમાં તેણે લક્ષ્મી નારાયણ હિંદુ મંદિરમાં કમિટી સભ્ય તરીકે સેવા આપી અને સમુદાય સાથે પોતાનું જોડાણ મજબૂત બનાવ્યું.

2012માં ટોરેન્ટોમાં સ્થાયી થયા બાદ, તેની સેવા અને નેતૃત્વની સફર વધુ વિસ્તૃત થઈ. “હ્યુમન્સ ફોર હાર્મની” સંસ્થાના સ્થાપક સચિવ તરીકે પથિક કાર્યરત છે, જેમાં ગુજરાતી નેતા ડોન પટેલ પ્રમુખ તરીકે સેવા આપે છે. આ સંસ્થા દ્વારા ખાસ કરીને કોવિડ-19 દરમિયાન સમાજને ખોરાક, માસ્ક અને આવશ્યક સહાય પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

પથિકે પોતાના મિત્ર જયેશ બ્રહ્મભટ્ટ અને અન્ય મિત્રો સાથે મળી “ઇન્ડિયન ફેમિલી એસોસિએશન (IFA)” નામની સંસ્થા સ્થાપી. પ્રસિદ્ધ ગુજરાતી કલાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જગદીશ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ, આ સંસ્થાએ ગુજરાતના દૂરદરાજના આદિવાસી વિસ્તારોમાં ત્રણ શાળાઓના નિર્માણનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો. આજે આ શાળાઓમાં ગરીબ અને વંચિત બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહ્યું છે.

તે ઉપરાંત, પથિક “ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત (FOG)” સંસ્થા સાથે પણ સંકળાયેલા છે, જેની સ્થાપના અખિલ શાહે કરી હતી. આ સંસ્થા દર વર્ષે 1 મેના રોજ ગુજરાત દિવસની ઉજવણી કરીને કેનેડિયન નાગરિકોને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનો પરિચય કરાવે છે.

પથિક અને તેમનો પરિવાર હંમેશા સમુદાયને મદદ કરવા માટે તત્પર રહે છે, ખાસ કરીને ભરૂચ અને ગુજરાતમાંથી આવતા નવા ઇમિગ્રન્ટ્સ માટે. તેમનો એકમાત્ર મંત્ર છે જે સંઘર્ષ અમે અનુભવ્યો, તે બીજાને ન કરવો પડે.તેઓ નવા આવનારા લોકોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડી તેમને સરળ શરૂઆત આપવા પ્રયત્ન કરે છે.

પથિકના અવિરત પ્રયત્નો અને સમાજસેવા માટે તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માનો અને સરકારી નિમણૂકો પ્રાપ્ત થયા છે. બ્રેમ્પટન શહેર દ્વારા તેમને સ્કૂલ ટ્રાફિક સેફ્ટી કમિટીમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ, બ્રેમ્પટન એપિલ ટ્રિબ્યુનલના ચેરપર્સન તરીકે તેમની નિમણૂક થઈ છે આ પદ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી તરીકે તેમણે ઇતિહાસ રચ્યો. કોવિડ-19 દરમિયાન તેમની નોંધપાત્ર સેવા બદલ સિટી ઓફ બ્રેમ્પટન દ્વારા તેમને “ઇન્સ્પિરેશનલ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો અને શહેરભરના બસ સ્ટોપ્સ પર તેમની તસવીર પ્રદર્શિત કરીને તેમને વિશેષ સન્માન આપવામાં આવ્યું જે એક અનોખી સિદ્ધિ હતી.

તેમજ, રાણી એલિઝાબેથના પ્લેટિનમ જુબિલી નિમિત્તે પસંદ કરાયેલા 60 કેનેડિયન્સમાં પથિક શુક્લાનો સમાવેશ થયો જે ગૌરવની ક્ષણ હતી. 2025માં ઓન્ટારિયો સરકાર દ્વારા તેમને કોલેજ ઓફ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ્સમાં પબ્લિક ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી. 2026માં તેઓ ઓન્ટારિયો ટ્રિલિયમ ફાઉન્ડેશનના ગ્રાન્ટ રિવ્યૂ ટીમના સભ્ય તરીકે પસંદ થયા આ પ્રતિષ્ઠિત સ્થાન પર પહોંચનાર પ્રથમ ગુજરાતી તરીકે તેમણે ફરી એકવાર ગૌરવ વધાર્યું.

આ તમામ સિદ્ધિઓ છતાં, પથિકના દિલમાં ભરૂચ માટેનો પ્રેમ અને લાગણી અડગ છે. હજારો કિલોમીટર દૂર રહીને પણ, તે ગૌરવપૂર્વક કહે છે “મારી ઓળખ ભરૂચ છે, મારી ઓળખ ભારત છે.” આ પ્રેરણાદાયી સફર માત્ર સફળતાની કહાની નથી, પરંતુ સંઘર્ષ, ત્યાગ, સંસ્કાર અને માતૃભૂમિ પ્રત્યેના અખંડ પ્રેમની જીવંત ગાથા છે જે દરેક ભારતીય અને ખાસ કરીને દરેક ભરૂચવાસી માટે ગૌરવ અને પ્રેરણાનું સ્ત્રોત બની રહે છે.

આમ, સાબિત કરી દીધું છે કે ભલે ગમે તેટલી સફળતા મળે, પણ પોતાના મૂળિયાં અને માતૃભૂમિને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. તેમની આ સિદ્ધિ બદલ સમગ્ર ભરૂચવાસીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande