પાટણમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહ વ્યાપારનો ભંડાફોડ
પાટણ, 07 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં SOG અને મહિલા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે પાલિકા બજાર સામે આવેલા ‘કેશરી ગેસ્ટ હાઉસ’માં દરોડો પાડી દેહ વ્યાપારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન ગેસ્ટ હાઉસના કાઉન્ટર પરથી સંચાલક વર્ષાબેન અતુલભાઈ સોજીત
પાટણમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહ વ્યાપારનો ભંડાફોડ


પાટણ, 07 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં SOG અને મહિલા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે પાલિકા બજાર સામે આવેલા ‘કેશરી ગેસ્ટ હાઉસ’માં દરોડો પાડી દેહ વ્યાપારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન ગેસ્ટ હાઉસના કાઉન્ટર પરથી સંચાલક વર્ષાબેન અતુલભાઈ સોજીત્રાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે સ્થળ પરથી દેહ વ્યાપાર માટે લાવવામાં આવેલી ચાર મહિલાઓને મુક્ત કરાવી હતી. ઉપરાંત, ત્યાંથી બે ગ્રાહકો સહિત ચાર પુરુષો મળી આવ્યા હતા. દરોડા દરમિયાન રોકડ રૂ. 2,000 સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.

પૂછપરછમાં કિમ્બુવા ગામના મુસ્તાકભાઈ ઈસ્માઈલભાઈ સુમરા આ રેકેટના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે, જ્યારે મુખ્ય આરોપી મુસ્તાકભાઈને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande