ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ભગવાન જગન્નાથજીના વાઘાની સેવા આપતા હરજીવનદાસ દાણીધારીયા
ભાવનગર, 10 જુલાઈ (હિ.સ.) : ભાવનગરમાં ભગવાન જગન્નાથજી પ્રત્યેની અનન્ય ભક્તિ અને સેવાનું જીવંત ઉદાહરણ બની રહેલા હરજીવનદાસ દાણીધરીયા છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ભગવાન જગન્નાથજીના વાઘા તૈયાર કરવાની પવિત્ર સેવા બજાવી રહ્યા છે. તેઓ ભગવાન જગન્નાથજી ઉપરાંત
વાઘા બનવા નાર


ભાવનગર, 10 જુલાઈ (હિ.સ.) : ભાવનગરમાં ભગવાન જગન્નાથજી પ્રત્યેની અનન્ય ભક્તિ અને સેવાનું જીવંત ઉદાહરણ બની રહેલા હરજીવનદાસ દાણીધરીયા છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ભગવાન જગન્નાથજીના વાઘા તૈયાર કરવાની પવિત્ર સેવા બજાવી રહ્યા છે. તેઓ ભગવાન જગન્નાથજી ઉપરાંત બહેન સુભદ્રા, ભાઈ બલરામ તેમજ મંદિરમાં બિરાજમાન અન્ય દેવ-દેવીઓ માટે પણ પોતાના હાથે સુંદર અને કલાત્મક વાઘા સીવી ભગવાનને અર્પણ કરે છે.દર વર્ષે રથયાત્રા પૂર્વે ભગવાન માટે અલગ-અલગ ડિઝાઇન અને આકર્ષક કળાકારી ધરાવતા વાઘા તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે ભગવાન માટે વિશેષ મખમલના ડબલ કલરના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સતત 20થી 25 દિવસની મહેનત બાદ ભગવાન માટેના આ ભવ્ય અને કલાત્મક વાઘા તૈયાર થાય છે. દરેક વાઘામાં તેમની વર્ષોની અનુભૂતિ, કળા અને ભક્તિની ઝલક જોવા મળે છે.હરજીવનદાસ દાણીધરીયાએ જણાવ્યું હતું કે જ્યારે મારા હાથે તૈયાર કરેલા વાઘા ભગવાનને પહેરાવવામાં આવે છે, ત્યારે મને એવી દિવ્ય અનુભૂતિ થાય છે કે ભગવાન સાક્ષાત્ હાજરાહજૂર છે. આ સેવા મારા માટે માત્ર કામ નથી, પરંતુ જીવનનું સૌથી મોટું સૌભાગ્ય અને ભક્તિ છે.ત્રણ દાયકાથી અવિરત ચાલી રહેલી આ સેવા માત્ર પરંપરાને જાળવી રાખતી નથી, પરંતુ ભગવાન પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને સમર્પણનું પણ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

આ અંગે હરજીવનદાસ દાણીધારીયાએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી હું ભગવાનના અલગ અલગ પ્રકારના વાઘા તૈયાર કરી રહ્યો છું. આ વાઘા તૈયાર કરવા માટે 20 દિવસ કરતાં પણ વધુનો સમય લાગતો હોય છે હું નિસ્વાર્થ ભાવે આ સેવા આપી રહ્યો છું. દર વર્ષે બ્રોકેટના વાઘા તૈયાર કરવામાં આવે છે પરંતુ આ વર્ષે વેલવેટ નું કાપડ સારું મળી જતા તેના વાઘા તૈયાર કરી રહ્યો છું. આવું કરવાથી વાઘા વધુ સુંદર લાગશે. 15 વર્ષની ઉંમરે મેં આ વાઘા સીવવાની શરૂઆત કરી હતી અન્ય જગ્યાએ સીવરાવતા પરંતુ અનુકૂળ ન આવતા મારી જાતે જ મેં આશીર્વાદ કરી હતી અને ભગવાનના આશીર્વાદથી આજે હું ખૂબ સારા વાઘા તૈયાર કરી રહ્યો છું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande