સિધ્ધપુર ખાતે રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ
પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : તારીખ 16 જુલાઈ ને ગુરુવાર અષાઢી બીજના રોજ સિદ્ધપુર ખાતે ગામધણી ભગવાન શ્રી ગોવિંદરાયજી શ્રી માધવરાયજીની ૨૩૧મી રથયાત્રા યોજવાની છે ત્યારે સિદ્ધપુર પોલીસ દ્વારા આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠકનું આય
સિધ્ધપુર ખાતે રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ


સિધ્ધપુર ખાતે રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ


સિધ્ધપુર ખાતે રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ


પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : તારીખ 16 જુલાઈ ને ગુરુવાર અષાઢી બીજના રોજ સિદ્ધપુર ખાતે ગામધણી ભગવાન શ્રી ગોવિંદરાયજી શ્રી માધવરાયજીની ૨૩૧મી રથયાત્રા યોજવાની છે ત્યારે સિદ્ધપુર પોલીસ દ્વારા આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.

તારીખ ૧૨ જુલાઈના રોજ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી કે.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને નગરના તમામ સમાજોના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી આ રથયાત્રા સિદ્ધપુર શહેરમાં શાંતિમય વાતાવરણમાં અને ઉત્સાહ અને ઉમંગ સાથે રંગેચંગે ઉજવાય તે માટે તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તમામ આગેવાનોએ સહકાર આપવાની ખાતરી આપેલ.

આ બેઠકમાં મંદિર કમિટીના પ્રમુખ દીપક શેઠ, પ્રદીપ યોગી, હરેશભાઈ ઠાકર, જેઠાલાલ ઠાકર, અને સભ્યો, ભાજપ શહેર પ્રમુખ કૌશલ જોશી તથા ભાજપના આગેવાનો, ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના મંત્રી રાજેશ પંડ્યા, ગુજરાત ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ નિરંજન ઠાકર, નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલ તથા બોર્ડના સભ્યો, શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા, કોંગ્રેસ મ્યુ. સદસ્ય સલમાનખાન પઠાણ, આમિરખાન પઠાણ, પૂર્વ સદસ્ય હુસેન કવ્વાલ, હાજી આબિદઅલી છુવારા, સિંધી સમાજના પ્રમુખ એડવોકેટ રાજુભાઈ ઠક્કર, નપા ના પૂર્વ ઉપપ્રમુખ અને દલિત સમાજના અગ્રણી જ. લ. પરમાર, અયુબભાઈ પઠાણ, વણિક સમાજના અગ્રણી અવિનાશ પરીખ, સામાજિક આગેવાન જે.ડી. પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનો, પોલીસના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર બેઠકનું સંચાલન સિધ્ધપુર પી.આઈ. વી. ડી ઝાલા દ્વારા કરવામાં આવ્યું. સિધ્ધપુર પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande