
ભાવનગર,10 જુલાઈ (હિ.સ.) ભારે વરસાદને લઈને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી અને કેટલીક ટાઈમમાં આગળ પાછળ ચાલતી ત્યારે ફરી એકવાર તેનો દોડતી થઈ છે તેમાં ટ્રેન નં. 12949 પોરબંદર–સાન્ત્રાગાછી (PBR–SRC) એક્સપ્રેસ, 10 જુલાઇ 2026ના રોજ પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 09:10 વાગ્યાના બદલે 14 કલાક 20 મિનિટ માટે પુનઃનિર્ધારિત (Rescheduled) કરવામાં આવી છે.
હવે આ ટ્રેન 10 જુલાઈ, 2026ના રોજ રાત્રે 23:30 વાગ્યે પોરબંદર સ્ટેશનથી પ્રસ્થાન કરશે.
આ ફેરફાર ટ્રેન નં. 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ લગભગ 17 કલાક મોડેથી પહોંચવાના કારણે રેક (Rake) ઉપલબ્ધ થવામાં થયેલા વિલંબને કારણે કરવામાં આવ્યો છે.
મુસાફરોને વિનંતી છે કે મુસાફરી પહેલાં કૃપા કરીને ટ્રેનની નવીનતમ સ્થિતિની ખાતરી કરી લેવી. પશ્ચિમ રેલવે દ્વારા થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ