ભાવનગરના નિલમબાગ ખાતે નવા ઓડિટોરિયમના નિર્માણ માટે કમિશનરની સ્થળ મુલાકાત
ભાવનગર, 10 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરના નિલમબાગ વિસ્તારમાં પ્રસ્તાવિત નવા ઓડિટોરિયમના નિર્માણ કાર્યને ગતિ આપવા માટે માનનીય કમિશનરએ સ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન હાલ સ્થળ પર વિવિધ વિભાગોના ભંગાર સામાન તેમજ કેટલીક કચેરીઓ કાર્યરત હોવાથી તે
મુલાકાત લેતા અધિકારી


ભાવનગર, 10 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરના નિલમબાગ વિસ્તારમાં પ્રસ્તાવિત નવા ઓડિટોરિયમના નિર્માણ કાર્યને ગતિ આપવા માટે માનનીય કમિશનરએ સ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન હાલ સ્થળ પર વિવિધ વિભાગોના ભંગાર સામાન તેમજ કેટલીક કચેરીઓ કાર્યરત હોવાથી તેને અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવાની પ્રક્રિયા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

કમિશનરએ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સ્થળનું નિરીક્ષણ કરીને ભંગાર સામગ્રીનું વહેલી તકે યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેમજ કાર્યરત કચેરીઓને વૈકલ્પિક સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ કામગીરી પૂર્ણ થયા બાદ નવા ઓડિટોરિયમના નિર્માણ માટે જરૂરી જમીન સંપૂર્ણપણે ઉપલબ્ધ થઈ શકશે.

સ્થળ મુલાકાત દરમિયાન પ્રોજેક્ટના વિવિધ પાસાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નિર્માણ કાર્ય શરૂ થાય તે પહેલાં જરૂરી વહીવટી પ્રક્રિયાઓ, ટેકનિકલ બાબતો તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ કામગીરી ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે નવું ઓડિટોરિયમ શહેર માટે મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે. અહીં વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક તેમજ સરકારી કાર્યક્રમોનું સુચારૂ આયોજન થઈ શકશે, જેના કારણે શહેરના નાગરિકોને આધુનિક સુવિધાઓનો લાભ મળશે.

સ્થળ મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્થળાંતર, ભંગારના નિકાલ તેમજ આગામી કામગીરી અંગેની વિગતો રજૂ કરી હતી. કમિશનરએ તમામ કામગીરીનું આયોજનબદ્ધ અમલીકરણ થાય અને પ્રોજેક્ટ સમયસર આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande