હજીરા રોડ પર પાર્ક કરેલી ટ્રકમાં કંપની બસ ઘૂસી, 17 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત
સુરત, 10 જુલાઈ (હિ.સ.) : સુરતના હજીરા રોડ પર ONGC નજીક આજે સવારે ખાનગી કંપનીના કર્મચારીઓને લઈ જતી બસ એક રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાના પગલે સ
Surat


સુરત, 10 જુલાઈ (હિ.સ.) : સુરતના હજીરા રોડ પર ONGC નજીક આજે સવારે ખાનગી કંપનીના કર્મચારીઓને લઈ જતી બસ એક રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ અકસ્માતમાં બસમાં સવાર અંદાજે 15 થી 17 કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાં એક યુવતીને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ બસનો દરવાજો જામ થઈ જતાં કેટલાક મુસાફરો કાચ તોડી બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ, GJ 23 AT 6434 નંબરની ટ્રક ટેક્નિકલ ખામી સર્જાતા રોડની સાઈડમાં ઉભી રાખવામાં આવી હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલી ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થિત કર્યો હતો અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. સાથે જ જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande