પોરબંદરમાં જૂની અદાવતમાં હોટલ સંચાલક પર પ્રાણઘાતક હુમલો
પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના કોલીખડા-રાબડીયા વાડી વિસ્તારમાં જુના મનદુઃખને લઈને હોટલ સંચાલક પર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઉદ્યોગનગર પોલીસમાં ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો ન
પોરબંદરમાં જૂની અદાવતમાં હોટલ સંચાલક પર પ્રાણઘાતક હુમલો


પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના કોલીખડા-રાબડીયા વાડી વિસ્તારમાં જુના મનદુઃખને લઈને હોટલ સંચાલક પર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઉદ્યોગનગર પોલીસમાં ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

ફરિયાદ મુજબ, હરીશ ઉર્ફે હેરી મેરામણ પરબતભાઈ બાપોદરા પોતાની દ્વારકાધીશ હોટલે હાજર હતા ત્યારે આરોપી પ્રતાપ ઉર્ફે ચોટલી માલદેભાઈ મોઢવાડિયા, રાજશી ઘેલાભાઈ અને માલદે રાજશી મેર સહિતના શખ્સોએ જૂનું મનદુઃખ રાખીને હુમલો કર્યો હતો. ફરિયાદીને તેમજ તેમની સાથે રહેલા રાજુ મોઢવાડિયાને ધોકા જેવા પ્રાણઘાતક હથિયારોથી માર મારવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદીના રાજુ મોઢવાડિયાને પણ માથાના ભાગે ઈજા થઈ થતા સારવાર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande