જૂનાગઢના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ્તાર માટે જન સેવાના કાર્યો સંપન્ન
- શબવાહિની અને એમ્બ્યુલન્સ સહિતની સેવાઓનું લોકાર્પણ જૂનાગઢ, 10 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને વંથલી તાલુકામાં સ્થિત પટેલ વાડી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી  ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને


- શબવાહિની અને એમ્બ્યુલન્સ સહિતની સેવાઓનું લોકાર્પણ

જૂનાગઢ, 10 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને વંથલી તાલુકામાં સ્થિત પટેલ વાડી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વંથલી તાલુકાના ચૂંટાયેલા વિવિધ જન પ્રતિનિધિઓને માર્ગદર્શન સેમિનાર અને વંથલી નગર પાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીની ગ્રાન્ટમાંથી વંથલી નગરપાલિકા વિસ્તાર માટે એમ્બ્યુલન્સ અને શબવાહિની જનસેવા અર્થે અર્પણ કરવામાં આવી હતી.

મંત્રીશ્રીએ લોકો સાથે સતત જોડાઈ રહેવા અને લોકોના પ્રશ્નોને કેવી રીતે હલ કરવા જોઈએ તે અંગે ચૂંટાયેલા નવા જન પ્રતિનિધિઓને માર્ગદર્શન પણ આપ્યું હતું.

સમારોહ દરમિયાન ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન ફળદુ, નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ, વંથલી પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ, દૂધ સંઘ સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા સોનલબેન દેવરાણીયા, જૂનાગઢ જિલ્લા અને તાલુકાના વિવિધ મહામંત્રીઓ, લાભાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande