ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેંક લિ. (ખેતી બેંક)ની 74મી વાર્ષિક સામાન્ય સભા
ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) આજે મહામહિમ રાજ્યપાલની ગૌરવમય ઉપસ્થિતિમાં યોજાયેલી 74મી વાર્ષિક સામાન્ય સભામાં ખેતી બેંકની 75 વર્ષની ગૌરવશાળી સેવા યાત્રાને સમર્પિત અનેક ઐતિહાસિક પહેલોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખેતી બેંક છેલ્લા 75 વર્ષથી ગુજરાતના અન્
સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેંક


ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) આજે મહામહિમ રાજ્યપાલની ગૌરવમય ઉપસ્થિતિમાં યોજાયેલી 74મી વાર્ષિક સામાન્ય સભામાં ખેતી બેંકની 75 વર્ષની ગૌરવશાળી સેવા યાત્રાને સમર્પિત અનેક ઐતિહાસિક પહેલોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ખેતી બેંક છેલ્લા 75 વર્ષથી ગુજરાતના અન્નદાતા ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે અવિરત કાર્યરત છે. વર્ષ 2025-26 દરમિયાન બેંકે 0% નેટ NPA, ₹111 કરોડનો ગ્રોસ પ્રોફિટ અને ₹81 કરોડનો નેટ પ્રોફિટ પ્રાપ્ત કરીને સહકારી બેંકિંગ ક્ષેત્રમાં નવી સિદ્ધિ નોંધાવી છે.

યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક વધારવાના વિઝન અને **સહકાર સે સમૃદ્ધિ**ના મંત્રને સાકાર કરવા તથા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના દુરંદેશી નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્રમાં થયેલા ઐતિહાસિક સુધારાઓ બદલ હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.

ગુજરાત સરકારની દમદુપટ યોજનાથી આશરે 14,000 ખેડૂત પરિવારોને લાભ મળ્યો છે. આ માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ હૃદયપૂર્વક આભાર. ઉપરાંત, વિવિધ OTS યોજનાઓ હેઠળ ખેડૂતોના હિતમાં ₹123 કરોડનું વ્યાજ માફ કરીને હજારો પરિવારોને નવી આર્થિક શરૂઆત કરવાની તક આપવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન અન્નદાતાની અમૃતયાત્રા સ્મૃતિગ્રંથ તથા બેંકની 75 વર્ષની વિકાસયાત્રા દર્શાવતી ડિજિટલ ડોક્યુમેન્ટરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.

ખેતી બેંક આગામી સમયમાં પણ ખેડૂતોની સમૃદ્ધિ, ગ્રામ વિકાસ અને સહકારી ક્ષેત્રના આધુનિકીકરણ માટે વધુ પ્રતિબદ્ધતાથી કાર્ય કરતી રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande