રાપરમાં કેતામીન ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, ગાંધીધામ–અંજાર સુધી પહોંચ્યા ડ્રગ્સ નેટવર્કના તાર
કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છમાં નશાના વેપાર સામે ચલાવવામાં આવી રહેલા NO DRUGS IN EAST KUTCHH CAMPAIGN અંતર્ગત રાપર પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આજે શહેરના બજાર વિસ્તારમાંથી કેતામીન (Ketamine) નામના પ્રતિબંધિત માદક પદાર્થ સાથે એક યુવકને
કેટમાઇન ડ્રગ્સ સાથે પકડાયેલ યુવક


કેટમાઇન ડ્રગ્સ સાથે પકડાયેલ યુવક


કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છમાં નશાના વેપાર સામે ચલાવવામાં આવી રહેલા NO DRUGS IN EAST KUTCHH CAMPAIGN અંતર્ગત રાપર પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આજે શહેરના બજાર વિસ્તારમાંથી કેતામીન (Ketamine) નામના પ્રતિબંધિત માદક પદાર્થ સાથે એક યુવકને ઝડપી પાડતાં તપાસ દરમિયાન ગાંધીધામ અને અંજાર સુધી ફેલાયેલા સપ્લાય નેટવર્કના તાર પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે એનડિપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર અને હેરફેરને જડમૂળથી નાબૂદ કરવા વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ રાપર પોલીસ સતત બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરી રહી હતી.

આ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતો તુષાર હિતેશભાઈ સોની રાપર બજારમાં ભુતીયા કોઠા નજીક આવેલી રતનેશ્વર જવેલર્સ પાસે પ્રતિબંધિત ડ્રગ્સ સાથે હાજર છે. માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણાના નેતૃત્વમાં ટીમે સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરી અને શંકાસ્પદ યુવકની તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન યુવક પાસેથી અંદાજે 5.120 ગ્રામ કેતામીન ડ્રગ્સ મળી આવ્યું હતું. ઉપરાંત તેની પાસેથી એક આઇફોન મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹55,120 હોવાનું પોલીસે જણાવ્યું છે.

પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના સપ્લાય અંગે મહત્વપૂર્ણ વિગતો બહાર આવતાં પોલીસે ગાંધીધામના ઇમરાન રાયમા અને અંજારના સમીર ઇમતીયાજ રાયમાને ફરાર સપ્લાયર તરીકે ગુનામાં સંડોવ્યા છે. બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં એનડિપીએસ એક્ટની કલમ 8(C), 22(A) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો, તેનો ઉપયોગ કોના સુધી પહોંચવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ વધુ તેજ કરી છે.

પૂર્વ કચ્છ પોલીસનું માનવું છે કે જિલ્લામાં નશાના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે અને આવા ગેરકાયદેસર કારોબારમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કાયદાના કડક પગલાંમાંથી બચવા દેવામાં આવશે નહીં. રાપર પોલીસની આ કામગીરીને અભિયાન હેઠળની વધુ એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande