ઉત્તર ગુજરાત ટુરિસ્ટ લક્ઝરી બસ ઓનર્સ એસોસિએશનની વાર્ષિક સભામાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.) ઉત્તર ગુજરાત ટુરિસ્ટ લક્ઝરી બસ ઓનર્સ એસોસિએશનની વાર્ષિક સભા દરમિયાન પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) મહેસાણા દ્વારા ડ્રાઇવરો અને બસ સંચાલકો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય
ઉત્તર ગુજરાત ટુરિસ્ટ લક્ઝરી બસ ઓનર્સ એસોસિએશનની વાર્ષિક સભામાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.) ઉત્તર ગુજરાત ટુરિસ્ટ લક્ઝરી બસ ઓનર્સ એસોસિએશનની વાર્ષિક સભા દરમિયાન પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) મહેસાણા દ્વારા ડ્રાઇવરો અને બસ સંચાલકો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષિત વાહનવ્યવહાર અંગે જાગૃતિ લાવવાનો અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જરૂરી નિયમો અંગે માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ ડ્રાઇવરોને ટ્રાફિક નિયમોનું પાલન, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી, વધુ ઝડપથી બચવું તેમજ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી. આ પ્રસંગે જણાવાયું કે, સલામત ડ્રાઇવિંગ એ માત્ર નિયમ નહીં, દરેક મુસાફરના જીવન પ્રત્યેની જવાબદારી છે.

કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના આવા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ડ્રાઇવરોને જવાબદારીપૂર્વક વાહન ચલાવી સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બસ સંચાલકો અને ડ્રાઇવરો હાજર રહ્યા હતા અને માર્ગ સલામતીના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande