ઉનાવામાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી: કેમિકલ કલરવાળી શંકાસ્પદ 26 ટન વરિયાળીનો જથ્થો જપ્ત
મહેસાણા,10 જુલાઇ (હિ.સ.) મહેસાણામહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા ગામમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDA) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી કેમિકલ કલરની ભેળસેળની શંકાસ્પદ 26 ટનથી વધુ વરિયાળીનો અંદાજે ₹19.60 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્
ઉનાવામાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી: કેમિકલ કલરવાળી શંકાસ્પદ 26 ટન વરિયાળીનો જથ્થો જપ્ત


મહેસાણા,10 જુલાઇ (હિ.સ.) મહેસાણામહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા ગામમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDA) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી કેમિકલ કલરની ભેળસેળની શંકાસ્પદ 26 ટનથી વધુ વરિયાળીનો અંદાજે ₹19.60 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની ભેળસેળ સામેની ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ફ્લાઈંગ સ્કોડે બાતમીના આધારે ઉનાવાના બે સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં સામાન્ય વરિયાળીને વધુ આકર્ષક અને લીલો રંગ આપવા માટે અખાદ્ય કેમિકલ કલરનો ઉપયોગ થતો હોવાની શંકા સામે આવી છે. આ ઉપરાંત સંબંધિત વેપારીઓ પાસે જરૂરી FSSAI લાઇસન્સ પણ ન હોવાનું જાણવા મળ્યું હતું.

તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારીઓએ વરિયાળીના ત્રણ નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વિભાગે સ્થળ પરથી 26 ટનથી વધુ વરિયાળીનો જથ્થો કબજે કરી જવાબદારો સામે કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande