વડનગરમાં L&T નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની, રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુલાકાત લીધી
મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.)રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ શુક્રવારે વડનગર ખાતે આવેલી L&T નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ તાલીમ વ્યવસ્થા અને સુવિધાઓની સમીક્ષા કરી હ
વડનગરમાં L&T નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુલાકાત લીધી


મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.)રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ શુક્રવારે વડનગર ખાતે આવેલી L&T નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ તાલીમ વ્યવસ્થા અને સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી રહેવા-જમવાની સુવિધા, તાલીમની ગુણવત્તા અને વિવિધ ટેકનિકલ કોર્સ અંગે માહિતી મેળવી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કૌશલ્ય વિકાસ યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે અને ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ તાલીમ રોજગારીની નવી તકો ઊભી કરે છે. તેમણે સંસ્થાના એકેડેમિક બ્લોક, એચએસસી બ્લોક તેમજ વિવિધ વર્કશોપની મુલાકાત લઈ તાલીમાર્થીઓને આપવામાં આવતી પ્રાયોગિક તાલીમનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. હાલમાં સંસ્થામાં ફોર્મવર્ક, સુથારકામ, સ્કેફોલ્ડિંગ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિશિયન, પાઇપ વેલ્ડિંગ, સોલર ટેક્નિશિયન, ટ્રાન્સમિશન લાઇન સહિતના વિવિધ ટ્રેડ્સમાં 168 તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે.

મુલાકાત બાદ રાજ્યમંત્રીએ પ્રેરણા સંકુલની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી અમિત ચૌધરી, મામલતદાર હિતેન્દ્ર પુરોહિત, જિલ્લા રોજગાર અધિકારી, સંસ્થાના આચાર્ય બ્રિજેશ મહેતા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande