મહેસાણામાં દિવાલ ધરાશાયી થતાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને ₹4 લાખની સહાય અપાઈ
મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.)મહેસાણા શહેરના સિંધી સોસાયટી વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 5 વર્ષીય બાળક રુદ્ર સુનીલભાઈ વાઘરીના પરિવારને રાજ્ય સરકાર દ્વારા એસડીઆરએફ (SDRF) યોજના હેઠળ ₹4 લાખની આર્થિક સહાય આપવામ
મહેસાણામાં દિવાલ ધરાશાયી થતાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને ₹4 લાખની સહાય અપાઈ


મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.)મહેસાણા શહેરના સિંધી સોસાયટી વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 5 વર્ષીય બાળક રુદ્ર સુનીલભાઈ વાઘરીના પરિવારને રાજ્ય સરકાર દ્વારા એસડીઆરએફ (SDRF) યોજના હેઠળ ₹4 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે.

ગત 5 જુલાઈએ ભારે વરસાદના કારણે દિવાલ તૂટી પડતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી કુદરતી આફતમાં માનવ મૃત્યુ સહાય યોજના અંતર્ગત મૃતકના પરિવારને નાણાકીય સહાય મંજૂર કરી હતી. નાણાકીય વર્ષ 2026-27 હેઠળ કલેક્ટર કચેરી દ્વારા મૃતકના વાલીને ₹4 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.

શુક્રવારે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે મૃતકના પરિવારજનોને ₹4 લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ, મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વીશ વાળંદ, મહેસાણા મામલતદાર તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કુદરતી આફતના સમયે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande