નબીપુર નજીક નેશનલ હાઇવે 48 પર આઇસર ટેમ્પો ચાલકનો આપઘાત
ભરૂચ, 10 જુલાઈ (હિ.સ.) નબીપુર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આજે એક આઇસર ટેમ્પો ચાલકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નબીપુર નજીક નેશનલ હાઇવે 48 પર આઇસર ટેમ્પો ચાલકનો આપઘાત


ભરૂચ, 10 જુલાઈ (હિ.સ.) નબીપુર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આજે એક આઇસર ટેમ્પો ચાલકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, ઘટનાસ્થળે તપાસ દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી કથિત અસંવેદનશીલતાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, એક આઇસર ટેમ્પોનો ચાલક પોતાનું વાહન લઈને નબીપુર હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન તેણે અચાનક મોતને વહાલું કરી લીધું હતું. હાઇવે પર આ પ્રકારે આપઘાતની ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ નબીપુર પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.

ઘટનાની વર્ધી મળતા જ નબીપુર પોલીસનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકની લાશનો કબજો મેળવી આગળની તપાસ શરૂ કરી હતી. પરંતુ, આ ગંભીર અને સંવેદનશીલ ઘટનાની તપાસ વખતે એક શરમજનક દ્રશ્ય સામે આવ્યું હતું. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ મૃતકની લાશ નજીક તપાસ કરી રહી હતી

ટેમ્પો ચાલકે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને તેના પરિવારજનોનો સંપર્ક સાધવાની તજવીજ હાથ ધરી છે. આ આપઘાત પાછળ આર્થિક સંકળામણ, કૌટુંબિક કલેશ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે નબીપુર પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande