ચાણસ્મા મામલતદાર કચેરીમાં લાંચ લેતો ઓપરેટર ઝડપાયો
પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ એસીબીએ ચાણસ્મા મામલતદાર કચેરીમાં સફળ ડીકોય ઓપરેશન હાથ ધરી વિધવા સહાયનો દાખલો કાઢી આપવા માટે રૂ. 800ની લાંચ લેતા આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. લાંચની રકમ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શ
ચાણસ્મા મામલતદાર કચેરીમાં ₹800ની લાંચ લેતો ઓપરેટર ઝડપાયો


પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ એસીબીએ ચાણસ્મા મામલતદાર કચેરીમાં સફળ ડીકોય ઓપરેશન હાથ ધરી વિધવા સહાયનો દાખલો કાઢી આપવા માટે રૂ. 800ની લાંચ લેતા આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. લાંચની રકમ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

એસીબીને મળેલી માહિતી મુજબ, વિધવા સહાયના દાખલા માટે અરજદારો પાસેથી રૂ. 100થી રૂ. 2000 સુધીની લાંચ માંગવામાં આવતી હતી. આ આધારે ડીકોય ગોઠવવામાં આવ્યો હતો, જેમાં જાગૃત નાગરિક પાસેથી રૂ. 800ની લાંચ સ્વીકારતા આરોપી ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ પ્રકાશકુમાર ભરતસિંહ પરમાર (ઉં. 34) તરીકે થઈ છે. તે ચાણસ્મા મામલતદાર કચેરીમાં વિધવા સહાય શાખામાં આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને પાટણના જળચોક સ્થિત ઠાકોરવાસનો રહેવાસી છે.

આ કાર્યવાહી પાટણ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ચૌધરીની દેખરેખ હેઠળ હાથ ધરાઈ હતી. એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande