રાજુલાના ઝાપોદરના ઇસમ સામે પાસાની કાર્યવાહી: અમરેલી એલસીબી અને રાજુલા પોલીસે ઝડપી સુરત મધ્યસ્થ જેલમાં મોકલ્યો
અમરેલી,10 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. શરીર સંબંધી, મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા (PASA) હેઠળ ક
રાજુલાના ઝાપોદરના ઇસમ સામે પાસાની કાર્યવાહી: અમરેલી એલસીબી અને રાજુલા પોલીસે ઝડપી સુરત મધ્યસ્થ જેલમાં મોકલ્યો


અમરેલી,10 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. શરીર સંબંધી, મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ અનુસંધાને રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાએ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા એક ઇસમ વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજે રજૂ થયેલી દરખાસ્તની સમીક્ષા કર્યા બાદ તેને મંજૂરી આપી હતી. ત્યારબાદ અમરેલી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાના નેતૃત્વ હેઠળ પાસા વોરંટની સફળતાપૂર્વક બજવણી કરવામાં આવી હતી.

પોલીસે રાજુલા તાલુકાના ઝાપોદર ગામના રહેવાસી મહેશ મનુભાઈ ધાખડા ને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સુરત સ્થિત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

આ સમગ્ર કામગીરીમાં અમરેલી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલા, રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા, એલસીબી ટીમના વુમન હેડ કોન્સ્ટેબલ દયા જસાણી, પોલીસ કોન્સ્ટેબલ રમેશ સીસારા અને એએસઆઈ રાણાભાઈ વરૂએ મહત્વની કામગીરી બજાવી હતી.

અમરેલી જિલ્લા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો સામે આવી કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande