

પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની એક મદ્રેસામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા એક મૌલવી સહિત ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ગુજરાત ATS અને પાટણ SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે ATS અને SOGએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરી મદ્રેસામાંથી વાંધાજનક સાહિત્ય જપ્ત કર્યું હતું. તપાસ દરમિયાન ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે સમગ્ર પાટણ જિલ્લામાં ચર્ચા અને પ્રત્યાઘાતો જોવા મળ્યા છે.
સ્થાનિક હિન્દુ સમાજમાં પણ આ મામલે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરી આતંકીઓના પૂતળાનું દહન કર્યું હતું અને રેલી યોજી હતી. ત્યારબાદ સિદ્ધપુર મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી, શંકાસ્પદ મદ્રેસાઓની તપાસ તથા સરકાર દ્વારા મળતા લાભો બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ