અમરેલીમાં વરસાદી પરિસ્થિતિની સમીક્ષા: કલેક્ટર કચેરીએ ધારાસભ્યો-અધિકારીઓ સાથે બેઠક, રાહત કામગીરી ઝડપી કરવા સૂચનાઓ
અમરેલી,10 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્
અમરેલીમાં વરસાદી પરિસ્થિતિની સમીક્ષા: કલેક્ટર કચેરીએ ધારાસભ્યો-અધિકારીઓ સાથે બેઠક, રાહત કામગીરી ઝડપી કરવા સૂચનાઓ


અમરેલી,10 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ, થયેલા નુકસાન, રાહત અને બચાવ કામગીરી તેમજ આગામી દિવસોમાં લેવાયેલી કાર્યવાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અધિકારીઓએ માર્ગો, પુલો, વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, કૃષિ નુકસાન અને અન્ય આવશ્યક સેવાઓ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. અસરગ્રસ્ત ગામોમાં લોકોને સમયસર સહાય પહોંચે, બંધ થયેલા માર્ગો ઝડપથી કાર્યરત થાય, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવે તેમજ પીવાના પાણી સહિતની જરૂરી સેવાઓમાં કોઈ મુશ્કેલી ન રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન જનજીવનને ઝડપથી સામાન્ય બનાવવા માટે તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાહત કામગીરીમાં કોઈ પ્રકારની બેદરકારી ન રહે અને અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા ઉપલબ્ધ સહાય સમયસર મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને સતર્ક રહી કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો પર સતત નજર રાખવા તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લાના નાગરિકોને પણ અનાવશ્યક જોખમ ન લેવા, વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

બેઠકના અંતે તમામ વિભાગોને સંકલિત રીતે કાર્ય કરીને રાહત અને પુનઃસ્થાપન કામગીરી વધુ અસરકારક રીતે પૂર્ણ કરવા તેમજ જનહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande