ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વડોદરા ખાતે ‘નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન સિસ્ટમ’ પર તાલીમ શિબિર યોજાઈ
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વડોદરા ખાતે ‘નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન સિસ્ટમ’ પર એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વડોદરા ખાતે ‘નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન સિસ્ટમ’ પર એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ


ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વડોદરા ખાતે ‘નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન સિસ્ટમ’ પર એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ


ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વડોદરા ખાતે ‘નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન સિસ્ટમ’ પર એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ


ગોધરા, 10 જુલાઈ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની પ્રવૃત્તિને વ્યાપક વેગ મળી રહે તેવા શુભ આશય સાથે વડોદરાના વરણામા સ્થિત ત્રિમંદિર ખાતે એક દિવસીય વિશેષ તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશો, ફળો અને શાકભાજી ગ્રાહકો સુધી ‘નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન સિસ્ટમ’ (NFCS) મુજબ સંપૂર્ણ પ્રમાણિત થઈને પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને શુદ્ધ પ્રમાણિત પ્રાકૃતિક આહાર મળશે અને ખેડૂતોને તેમની પેદાશોના ઉત્તમ ભાવો પ્રાપ્ત થશે.

વડોદરા સંયુક્ત (વિસ્તરણ) ખેતી નિયામક એમ.એમ. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ ગોપકા સર્ટિફિકેશન તાલીમ શિબિરમાં મધ્ય ગુજરાતના સાત મહત્વના જિલ્લાઓ - વડોદરા, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ અને નર્મદાના કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વિભાગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિરમાં ખેતીવાડી વિભાગ, વિસ્તરણ શાખા, આત્મા (ATMA), બાગાયત વિભાગ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ૩૫૦ થી વધુ કર્મનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્ટિફિકેશનની જટિલ પ્રક્રિયાઓની ગહન તાલીમ મેળવી હતી.

ગોપકા (GOPCA) દ્વારા આપવામાં આવેલી મુખ્ય તાલીમ અને પાયાના મુદ્દા અન્વયે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCA) ના ડાયરેક્ટર અનિલ પટેલ અને તેમની તજજ્ઞ ટીમ દ્વારા હાજર રહેલા તમામ અધિકારીઓને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન સિસ્ટમના વિવિધ તકનીકી અને વહીવટી પાયા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે પ્રમાણિકરણ માટે ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ અને તેની તકનીકી સમજ,પ્રાકૃતિક કૃષિના વૈશ્વિક અને સ્થાનિક માપદંડો તેમજ નિયમોનું પાલન,ખેડૂતો દ્વારા લેવામાં આવતા સંકલ્પ પત્રો અને સત્તાવાર બાહેધરી ફોર્મની પ્રક્રિયા,ગ્રામ્ય સ્તરે ખેડૂતોની તાલીમ શિબિરો અને આયોજનબદ્ધ બેઠકોનું વ્યવસ્થાપન વગેરે વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ તાલીમ મેળવ્યા બાદ તમામ અધિકારીઓ હવે પોતપોતાના જિલ્લાઓમાં જઈને સ્થાનિક ખેડૂતોને આ સર્ટિફિકેશન સિસ્ટમ સાથે જોડશે, જેથી ગુજરાતની પ્રાકૃતિક ખેતી વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ સરાહનીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande