નરેશ પટેલના જન્મદિવસે અંક્લેશ્વર સહિત 75થી વધુ સ્થળે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
11 જુલાઈએ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભરૂચ અંકલેશ્વર સહિતના ઘણા શહેરોમાં ભૂખ્યાને ભોજન પીરસવામાં આવશે ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં પણ રક્તદાન શિબિરનું થશે આયોજન ભરૂચ 10 જુલાઈ (હિ.સ.)
નરેશ પટેલના જન્મદિવસે અંક્લેશ્વર સહિત 75થી વધુ સ્થળે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ


નરેશ પટેલના જન્મદિવસે અંક્લેશ્વર સહિત 75થી વધુ સ્થળે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ


નરેશ પટેલના જન્મદિવસે અંક્લેશ્વર સહિત 75થી વધુ સ્થળે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ


11 જુલાઈએ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ભરૂચ અંકલેશ્વર સહિતના ઘણા શહેરોમાં ભૂખ્યાને ભોજન પીરસવામાં આવશે

ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં પણ રક્તદાન શિબિરનું થશે આયોજન

ભરૂચ 10 જુલાઈ (હિ.સ.)

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ તેમના 61મા જન્મદિવસે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર કુલ 75થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે 11 જુલાઈને શનિવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી રાજકોટ શહેરમાં વિવિધ ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા 26 વર્ષથી નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે. આ વર્ષે પણ તેમના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે 11 જુલાઈના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

રાજકોટ શહેરમાં સરદાર પટેલ ભવન, ન્યૂ માયાણીનગર, પટેલવાડી, બેડીપરા અને રાધેશ્યામ બેન્ક્વેટ હોલ, કોઠારીયા રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ ઉપરાંત ગોંડલ, ધોરાજી, મેટોડા, જસદણ, ખામટા, જેતપુર, જૂનાગઢ, કેશોદ, વિસાવદર, ભેસાણ, મેંદરડા, ગીર સોમનાથના વેરાવળ, તાલાલા ગીર, ગીર ગઢડા, ભાવનગર, મહુવા, રાજુલા, પોરબંદર, અમરેલી, લાઠી, સાવરકુંડલા, કુંકાવાવ, વડીયા, દામનગર, ધારી, બાબરા, ચલાલા, બગસરા, મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ ,અંકલેશ્વર, મહેસાણા, જામનગર શહેરમાં 7 સ્થળે, વિભાપર, ઠેબા, નંદપુર, મોડપર, સુમરા, હરીપર, ભાદરા, મજોઠ, લતીપુર, ધ્રોલ, નિકાવા, મોટા વડાળા, ખરેડી, પાતા મેઘપર, પીપરટોડા, મહીસાગર, હિંમતનગર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજપીપળા, વલસાડ, મુંબઈ, ચેન્નાઈ, મધ્યપ્રદેશના ઝરખેડા અને તીલગારા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈને રક્તદાન કરી માનવ સેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત વિવિધ સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવશે. જેમાં ભરૂચ, અંકલેશ્વર, ભાવનગર, અરવલ્લી, પાલનપુર અને બોટાદ ખાતે વિવિધ આશ્રમોમાં અને વૃદ્ધાશ્રમોમાં ભોજન કરાવવામાં આવશે. આ ઉપરાંત બોટાદ, અમદાવાદ અને ભાવનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. જ્યારે બોટાદમાં ગાયોને ઘાસચારો નાખવામાં આવશે અને નિકાવા અને ખરેડી ખાતે સર્વરોગ નિદાન-ચિકિસ્તા કેમ્પનું પણ 11 જુલાઈના રોજ આયોજન કરાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande