ડિંડોલી પોલીસ સુમન શાળામાં આશરો લઈ રહેલા 100થી વધુ નાગરિકોને કપડાંનું વિતરણ
સુરત, 10 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં ખાડી પુરને કારણે નિચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતાં હજારો નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. રાતોરાત ઘરમાં પાણી ઘસી આવતાં પહેરેલા કપડે ઘર છોડવા માટે મજુબર બનેલા નાગરિકોની વ્હારે ડિંડોલી પોલીસ આવી છે. ડિંડોલ
સુમન શાળામાં આશરો લઈ રહેલા અંદાજે 100થી વધુ નાગરિકો માટે પોલીસ દ્વારા બે જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યું


સુરત, 10 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં ખાડી પુરને કારણે નિચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતાં હજારો નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. રાતોરાત ઘરમાં પાણી ઘસી આવતાં પહેરેલા કપડે ઘર છોડવા માટે મજુબર બનેલા નાગરિકોની વ્હારે ડિંડોલી પોલીસ આવી છે.

ડિંડોલીમાં આવેલ સુમન શાળામાં આશરો લઈ રહેલા અંદાજે 100થી વધુ નાગરિકો માટે પોલીસ દ્વારા બે જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી હાલાકી ભોગવી રહેલા આ નાગરિકોને કપડાંનું વિતરણ કરવામાં આવતાં જ તેઓએ ડિંડોલી પોલીસનો આભાર માન્યો હતો.

સુરત શહેરમાં વરસાદનાં વિરામ બાદ હવે ખાડી પુરનાં પાણી ઓસરી રહ્યા છે. જો કે, કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં હજી પણ ખાડીનાં પાણી હોવાને કારણે નાગરિકોને મનપા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે પૈકી ડિંડોલીમાં શુભવાટીકા પાસે આવેલ સુમન શાળામાં છેલ્લા ત્રણ દિવસથી 100થી વધુ નાગરિકો માટે રહેવાની વ્યસ્થા કરવામાં આવી છે. આ પરિવારો પહેરેલા કપડે ઘરેથી નીકળી ગયા હોવાને કારણે તેમની હાલત સૌથી વધુ દયનીય થઈ હતી.

ડિંડોલી પોલીસ દ્વારા આ પરિવારોની પરિસ્થિતિને ધ્યાને રાખીને આજે તમામ અસરગ્રસ્તોને નિઃશુલ્ક બે જોડી કપડાનું વિતરણ કર્યું હતું. બીજી તરફ ડિંડોલી પીઆઈ દ્વારા આ તમામ નાગરિકોને હરસંભવ મદદની પણ ખાત્રી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande