ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 550 રૂપિયા સુધી રહ્યા.
ભાવનગર, 10 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને મ
મહુવા માર્કેટિંગ યાર્ડ ફાઇલ ફોટો


ભાવનગર, 10 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ પણ ગણવામાં આવે છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 2242 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 120 રૂપિયાથી 550 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ આજે સફેદ ડુંગળીના 772 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 160 રૂપિયાથી લઈને 502 રૂપિયા સુધી આજે રહ્યા હતા સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 22 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 16332 નગ નારીયલ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 409 રૂપિયાથી લઈને 2200 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 88 રૂપિયાનો વધારો નોંધાયો છે.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 610 કટ્ટા ની આવક નોંધાઈ હતી તેના ભાવ 427 રૂપિયાથી લઈને 597 રૂપિયા સુધી રહ્યા હતા આ સાથે જ આજે તલ સફેદ નો ભાવ 1925 રૂપિયાથી લઈને 2672 રૂપિયા સુધી રહ્યો હતો ત્યારે તલ કાળા નો ભાવ 1900 રૂપિયાથી લઈને 3774 સુધી રહ્યો હતો આજે 142 કટ્ટા તલની આવક નોંધાઈ હતી. સફેદ તલના ભાવમાં 73 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે તલ કાળા ના ભાવ ગઈકાલની સરખામણીએ 106 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાના 75 કટ્ટા ની આવક નોંધાઈ હતી જેના ભાવ 800 રૂપિયાથી લઈને 1142 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગના 75 કટાની આવક નોંધાઈ હતી તેના ભાવ 1001 રૂપિયાથી લઈને 1705 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે આજે બાજરી ના 283 કટાની આવકનો થઈ હતી જેના ભાવ 431 રૂપિયાથી લઈને 534 રૂપિયા સુધી રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande