પોરબંદરમાં ઇલેક્ટ્રિક સામાનની ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો.
પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.)શહેરના વાડીપ્લોટ વિસ્તારમાં રાજા ઓઇલ મિલ સામે આવેલા મકાનમાંથી ઇલેક્ટ્રિક સામાનની ચોરીના ગુનાનો કમલાબાગ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી રૂ. 82,338નો મુદ્દામાલ કબજે કર્યો છે.કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે.
પોરબંદરમાં ઇલેક્ટ્રિક સામાનની ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો.


પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.)શહેરના વાડીપ્લોટ વિસ્તારમાં રાજા ઓઇલ મિલ સામે આવેલા મકાનમાંથી ઇલેક્ટ્રિક સામાનની ચોરીના ગુનાનો કમલાબાગ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી રૂ. 82,338નો મુદ્દામાલ કબજે કર્યો છે.કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. રામના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે હાથ ધરી હતી. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની સંડોવણી પણ સામે આવી છે.પોલીસને મળેલી બાતમીના આધારે ચોપાટી મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટ પાસે આવેલા પડતર મકાનની બાજુમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ઇલેક્ટ્રિક સામાન સાથે ઉભેલા બે શખ્સોની પૂછપરછ કરતાં તેમણે બે દિવસ અગાઉ વાડીપ્લોટ વિસ્તારમાં આવેલી ઘટનાસ્થળેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપી પવન કાળુભાઈ વઢિયાર (ઉં.વ. 25), રહે. ચોપાટી મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટ સામે ફૂટપાથ, પોરબંદરની ધરપકડ કરી હતી. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરના વાલીને બોલાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી વિવિધ કદના કોપર વાયરના બંડલ, એમસીબી , મોડ્યુલર પ્લેટ અને સ્વીચ સહિત કુલ રૂ. 82,338નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande