સિદ્ધપુરમાં સારવાર દરમિયાન યુવકનું મોત, બેદરકારીના આક્ષેપ વચ્ચે મામલો સમાધાનથી થાળે
પાટણ, 10 જુલાઈ (હિ.સ.) સિદ્ધપુરની આશા સર્જીકલ હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન માટે દાખલ થયેલા 36 વર્ષીય યોગેશ સોમાભાઈ જોષીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ ડૉ. રાજેશ આર. ભાર્ગવ અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. પરિવારના જણાવ્
સિદ્ધપુરમાં સારવાર દરમિયાન યુવકનું મોત, બેદરકારીના આક્ષેપ વચ્ચે મામલો સમાધાનથી થાળે


સિદ્ધપુરમાં સારવાર દરમિયાન યુવકનું મોત, બેદરકારીના આક્ષેપ વચ્ચે મામલો સમાધાનથી થાળે


પાટણ, 10 જુલાઈ (હિ.સ.) સિદ્ધપુરની આશા સર્જીકલ હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન માટે દાખલ થયેલા 36 વર્ષીય યોગેશ સોમાભાઈ જોષીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ ડૉ. રાજેશ આર. ભાર્ગવ અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.

પરિવારના જણાવ્યા મુજબ ઓપરેશન પૂર્વે કેથેટર નાખતી વખતે યોગેશભાઈની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ તેમને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ.

મૃતદેહ સિદ્ધપુર લાવવામાં આવતા પરિવારજનો અને સમાજના લોકો હોસ્પિટલ બહાર એકત્ર થયા હતા. મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પથ્થરમારાની ઘટનામાં હોસ્પિટલના કાચ તૂટી ગયા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

મૃતકની પત્નીએ ડૉ. રાજેશ આર. ભાર્ગવ અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે પતિનું મોત થયું હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી અને પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી.યોગેશભાઈના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેઓ પાછળ પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રને છોડી ગયા છે. મોટી પુત્રીએ પણ પિતાને ન્યાય અપાવવાની માંગ કરી હતી.

બાદમાં સમાજના અગ્રણીઓ અને ડોક્ટરો સાથે ચર્ચા બાદ નાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલો થાળે પડતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande