રાજુલા બસ સ્ટેશનમાંથી મુસાફરોના પર્સ ચોરનાર યુસુફ પરમાર પોલીસના હાથે ઝડપાયો
અમરેલી, 10 જુલાઈ (હિ.સ.) : રાજુલા બસ સ્ટેશન ખાતે મુસાફરોના ખિસ્સા કાપી પર્સ અને રોકડની ચોરી કરનાર આરોપી યુસુફ પરમારને રાજુલા પોલીસે ઝડપી પાડ્યો છે. બસ સ્ટેશન પર છેલ્લા કેટલાક સમયથી મુસાફરોના પર્સ અને કિંમતી ચીજવસ્તુઓની ચોરીની ફરિયાદો મળતા પોલીસ સતર
રાજુલા બસ સ્ટેશનમાંથી મુસાફરોના પર્સ ચોરનાર યુસુફ પરમાર પોલીસના હાથે ઝડપાયો


અમરેલી, 10 જુલાઈ (હિ.સ.) : રાજુલા બસ સ્ટેશન ખાતે મુસાફરોના ખિસ્સા કાપી પર્સ અને રોકડની ચોરી કરનાર આરોપી યુસુફ પરમારને રાજુલા પોલીસે ઝડપી પાડ્યો છે. બસ સ્ટેશન પર છેલ્લા કેટલાક સમયથી મુસાફરોના પર્સ અને કિંમતી ચીજવસ્તુઓની ચોરીની ફરિયાદો મળતા પોલીસ સતર્ક બની હતી.

આ ફરિયાદોના આધારે રાજુલા પોલીસે બસ સ્ટેશન વિસ્તારમાં સતત નજર રાખી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલના આધારે યુસુફ પરમારને બસ સ્ટેશનમાંથી જ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેની પાસેથી ચોરી સંબંધિત વધુ વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

પ્રાથમિક તપાસમાં આરોપી મુસાફરોની ભીડનો લાભ લઈને તેમના ખિસ્સામાંથી પર્સ અને રોકડની ચોરી કરતો હોવાનું સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી અન્ય કોઈ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં.

રાજુલા પોલીસે મુસાફરોને બસ સ્ટેશન સહિત જાહેર સ્થળોએ પોતાના પર્સ, મોબાઇલ અને અન્ય કિંમતી સામાનની ખાસ કાળજી રાખવાની અપીલ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande