આર્ય કન્યા ગુરુકુળ ખાતે સર્જનાત્મક ચિત્ર સ્પર્ધા યોજાઈ
પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમમાં આચાર્યા ડૉ. રંજના મજીઠીયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓ માટે સર્જનાત્મક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી સભા અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં 75 વિદ્યા
આર્ય કન્યા ગુરુકુળ ખાતે સર્જનાત્મક ચિત્ર સ્પર્ધા યોજાઈ.


આર્ય કન્યા ગુરુકુળ ખાતે સર્જનાત્મક ચિત્ર સ્પર્ધા યોજાઈ.


આર્ય કન્યા ગુરુકુળ ખાતે સર્જનાત્મક ચિત્ર સ્પર્ધા યોજાઈ.


પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમમાં આચાર્યા ડૉ. રંજના મજીઠીયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓ માટે સર્જનાત્મક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી સભા અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં 75 વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધામાં સ્પર્ધકોએ કઠોળ, ધાન્ય, ફૂલ-પાન, કાગળ, મોતી, રેતી, પથ્થર સહિતની વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને એક કલાકમાં આકર્ષક ચિત્રો તૈયાર કર્યા હતા. કોઈએ પરી, કોઈએ કુદરતી દૃશ્ય, તો કોઈએ સસલું, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શંકર, ફ્લાવર પોટ અને પતંગિયું જેવી કૃતિઓ બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આચાર્યા ડૉ. રંજના મજીઠીયાએ જણાવ્યું હતું કે માત્ર લેખિત પરીક્ષાના ગુણ જ નહીં, પરંતુ દરેક બાળકમાં રહેલી સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવું પણ શિક્ષણનો મહત્વનો ભાગ છે અને આર્ય કન્યા ગુરુકુળ છેલ્લા 90 વર્ષથી આ દિશામાં કાર્યરત છે.સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે પ્રીતિબેન પાણખાણિયા અને ભક્તિબેન સોલંકીએ સેવા આપી હતી, જ્યારે મોનિકાબેન મોઢા, અંકિતાબેન વડગામા, અંજલીબેન પાટણેશા સહિત શિક્ષિકા બહેનોએ સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande