પાટણ જિલ્લા સેવાસદન ખાતે વિકાસ સંકલન અને દિશા કમીટીની બેઠક યોજાઈ
પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા સેવાસદન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ (દિશા) સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
પાટણ જિલ્લા સેવાસદન ખાતે વિકાસ સંકલન અને દિશા સમિતિની બેઠક યોજાઈ


પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા સેવાસદન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ (દિશા) સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, આઈસીડીએસ, માર્ગ અને મકાન, શિક્ષણ, ખેતીવાડી, પુરવઠા, વન વિભાગ, નગરપાલિકા તેમજ UGVCL સહિતના વિવિધ વિભાગોની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વર્ષ 2025-26 દરમિયાન વિવિધ યોજનાઓની ભૌતિક અને નાણાકીય પ્રગતિ, લાભાર્થીઓને મળેલા લાભ તેમજ બાકી રહેલા પ્રશ્નોની સમીક્ષા કરતા સાંસદે વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી.

સાંસદે શૈક્ષણિક હેતુસર આવક અને જાતિના દાખલા સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. ઉપરાંત, RSETI પાટણ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ તાલીમ કાર્યક્રમ શરૂ કરવાની પણ ભલામણ કરી હતી.

બેઠકમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.ડી. વણઝારા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande