અમદાવાદના નારણપુરમાં ટર્ન લેતી ડીપીએસની બસમાં ઘુસતા મોપેડ ચાલકનું મોત, ડ્રાઇવર-કંડકટર બાળકોને મૂકી ફરાર
અમદાવાદ, 10 જુલાઇ (હિ.સ.) : અમદાવાદના નારણપુરમાં ટર્ન લેતી ડીપીએસની બસમાં ઘુસતા મોપેડ ચાલકનું મોત, ડ્રાઇવર-કંડકટર બાળકોને મૂકી ફરાર થઈ ગયા. અમદાવાદના શાસ્ત્રીનગરમાં બસ ચાલકે ઓચિંતા ડાબી બાજુ ટર્ન લેતા પાછળથી ફૂલ સ્પીડમાં આવતો એક્ટિવાચાલક સીધો બસ
અમદાવાદના નારણપુરમાં ટર્ન લેતી ડીપીએસની બસમાં ઘુસતા મોપેડ ચાલકનું મોત, ડ્રાઇવર-કંડકટર બાળકોને મૂકી ફરાર


અમદાવાદ, 10 જુલાઇ (હિ.સ.) : અમદાવાદના નારણપુરમાં ટર્ન લેતી ડીપીએસની બસમાં ઘુસતા મોપેડ ચાલકનું મોત, ડ્રાઇવર-કંડકટર બાળકોને મૂકી ફરાર થઈ ગયા.

અમદાવાદના શાસ્ત્રીનગરમાં બસ ચાલકે ઓચિંતા ડાબી બાજુ ટર્ન લેતા પાછળથી ફૂલ સ્પીડમાં આવતો એક્ટિવાચાલક સીધો બસના ટાયર નીચે આવી ગયો હતો અને મોતને ભેટ્યો હતો. અકસ્માતના કારણે ડ્રાઈવર અને કંડક્ટર બંને યુવક અને બસમાં સવાર વિદ્યાર્થીઓને ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઈ ગયા હતા.

શુક્રવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ અમદાવાદના શાસ્ત્રીનગરમાં ટર્ન લઈ રહેલી ડીપીએસ સ્કૂલની બસમાં ઘુસી જતા મોપેડ ચાલક યુવકને ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. પલ્લવ ચાર રસ્તા પાસે બપોરના સમયે બોપલ ડીપીએસ સ્કૂલનો બસ ચાલક બસને વાળતો હતો અને સ્પીડમાં આવતો મોપેડ ચાલક તેમાં ઘુસી ગયો હતો. જેના કારણે બસની નીચે આવી જતા યુવકનું મોત થયું હતું. ત્યાર બાદ ત્રણ-ચાર ફૂટ લાંબો લોહીનો લિસોટો પડી ગયો હતો.

ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.

લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા

આ અંગે જાણ થતાં ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. આ બાબતે યુવકની ઓળખ કરવામાં આવતા તેનું નામ યુવરાજ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ત્યાર બાદ તેના પરિવારજનોને જાણ કરવાની અને લાશને પીએમ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

બસ ચાલક દ્વારા બસને ડાબી તરફ વાળવામાં આવી રહી હતી ત્યારે પાછળના ભાગે એકટીવા ચાલક ફુલ સ્પીડમાં આવ્યો હતો અને વળાંક લીધો ત્યારે અથડાયો હતો. જેથી પાછળનું વ્હીલમાં યુવક આવી જતાં તેના માથા ઉપર ફરી વળ્યું હતું જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. રોડના વળાંક પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં બેરિકેડિંગ કરવામાં આવેલા હતા જે બેરીકેડિંગ કર્યા હોવાથી બસે મોટો ટર્ન લેવો પડ્યો અને પાછળથી ફૂલ સ્પીડમાં આવતો એકટીવા ચાલક અથડાયો અને અકસ્માત સર્જાયો હતો.

આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ પટેલે જણાવ્યું હતું કે, બપોરે 2.30 વાગ્યા આસપાસ શાસ્ત્રીનગર ચાર રસ્તા પહેલા સાઉથ ઢોંસાવાળી ગલી સામે ડીપીએસ સ્કૂલ બસ અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. એક્ટિવા ચાલકનું નામ યુવરાજ હોવાનું જાણવા મળ્યું છે અને સ્થળ પર જ મૃત્યુ થયું છે. આ અંગેની કાર્યવાહી હાલ ચાલુમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande