સરસ્વતી પોલીસ સ્ટેશનમાં સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે જમીનના નામે ₹1.18 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો
પાટણ, 11 જુલાઈ (હિ.સ.) સરસ્વતી પોલીસ સ્ટેશનમાં સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે જમીનના નામે ₹1.18 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહેતા મનોજ ગોવિંદભાઈ પટેલ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 318(4) હેઠળ ફરિયાદ નોંધ
સરસ્વતી પોલીસ સ્ટેશનમાં સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે જમીનના નામે ₹1.18 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો


પાટણ, 11 જુલાઈ (હિ.સ.) સરસ્વતી પોલીસ સ્ટેશનમાં સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે જમીનના નામે ₹1.18 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહેતા મનોજ ગોવિંદભાઈ પટેલ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 318(4) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અવાદા જીજે સોલાર પ્રાઇવેટ લિમિટેડના સિનિયર મેનેજર (લેન્ડ-લીગલ) જયેશઅવિનાશભાઈ બુચે નોંધાવી છે.

ફરિયાદ મુજબ, 24-02-2026ના રોજ આરોપીએ ગોલીવાડા ગામના સર્વે નં. 626, 627 અને 687ની કુલ 10.73 એકર જમીન ₹1.46 કરોડમાં ખરીદવાનો સોદો કર્યો હતો. જોકે, જમીનના મૂળ માલિકને આપેલો ICICI બેંકનો ચેક નં. 001067 બાઉન્સ થયો હતો. તેમ છતાં આરોપીએ અવાદા કંપની સાથે 29 વર્ષ અને 11 મહિનાની લીઝ કરી હતી.

આ લીઝના આધારે આરોપીએ કંપની પાસેથી RTGS મારફતે ₹1.18 કરોડ મેળવી લીધા હતા. બાદમાં મૂળ માલિકે નાણાં ન મળતાં નાયબ કલેક્ટર કચેરીમાં તકરાર કેસ નં. 32/2026 દાખલ કર્યો હતો. જેના કારણે વેચાણ દસ્તાવેજની નોંધ નામંજૂર થઈ અને કંપનીને સોલાર પ્લાન્ટનું કામ અટકાવવું પડ્યું.

કંપનીએ ટાઇટલ ક્લિયર કરવા અનેક વખત રજૂઆત છતાં કોઈ જવાબ ન મળતા 11-06-2026ના રોજ પાટણ એલસીબીમાં અરજી કરી હતી. એલસીબીના રિપોર્ટના આધારે 10-07-2026ના રોજ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે પીઆઈ જયેશકુમાર રતુભાઈ ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande