
ભાવનગર, 11 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં આ વર્ષે સારા ઉત્પાદનની આશા સાથે અનેક ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ અનેક ખેડૂતોના ખેતરમાં મગફળીના પાકમાં કાળી તેમજ સફેદ ફૂગના રોગચાળાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શરૂઆતમાં વરસાદ ખેંચાતા અનેક ખેડૂતોએ ઓરવી કરીને મગફળીનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ વધુ વરસાદ પડતાં ખેતરોમાં ભેજનું પ્રમાણ વધી ગયું, જેના કારણે મગફળીના પાકમાં ફૂગજન્ય રોગનો વ્યાપ વધ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ફૂગના નિયંત્રણ માટે દવા, ખાતર અને છંટકાવ પાછળ પ્રતિ એકર અંદાજે 8 હજારથી 10 હજાર સુધીનો વધારાનો ખર્ચ થઈ ચૂક્યો છે. તેમ છતાં અનેક પ્રકારની દવાઓનો છંટકાવ કર્યા બાદ પણ રોગ પર અસરકારક નિયંત્રણ મળતું નથી.મગફળીના છોડ ધીમે ધીમે સુકાઈ રહ્યા છે.વધતા ખર્ચ અને પાકને બચાવવાની ચિંતાના કારણે ખેડૂતો આર્થિક રીતે પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ અંગે ખેડૂત વિનુ સોલંકી એ જણાવ્યું કે આ વર્ષે વરસાદ લંબાવવાના કારણે મેં પાણી ઓરવી મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ થોડા દિવસો પહેલા વધુ પડતો વરસાદ પડ્યો અને પાણી ભરાવાના કારણે હાલ મગફળીમાં કાળી તેમજ સફેદ ફૂગ જોવા મળી રહી છે. ફૂગ આવવાના કારણે છોડ ઉકાઈ રહ્યા છે અને નાશ થઈ રહ્યો છે. અત્યાર 25 થી 30 દિવસની મગફળી થઈ ગઈ છે અત્યારે સુધીમાં ખાતર, બિયારણ ખેડ વાવેતર સહિત 7000 રૂપિયા કરતા વધુ નો ખર્ચ થઈ ચૂક્યો છે અને આગામી સમયમાં ખર્ચ પણ થશે. પરંતુ આ રોગ આવવાના કારણે મગફળી હવે નાશ થવા લાગી છે અને નુકસાની થશે તેવું લાગી રહ્યું છે.
આ અંગે ખેડૂત રાજુભાઈએ જણાવ્યું કે આ વર્ષે મેં સારા ઉત્પાદનની આશાએ મગફળીનું 20 થી 30 દિવસ પહેલા વાવેતર કર્યું હતું પરંતુ થોડા દિવસો પહેલા અમારા વિસ્તારમાં પડેલા વરસાદના કારણે હાલ મગફળીના પાકમાં ફૂગનો રોગ આવ્યો છે જેના કારણે ખેતરમાંથી મગફળી સુકાઈ નાશ થઈ રહ્યો છે આ વર્ષે પણ નુકસાની જશે તેવી અમને ભેતી સેવાઈ રહી છે. વિજય 10,000 રૂપિયા સુધીનો ખર્ચ આ 30 દિવસ સુધીમાં થઈ ગયો છે અનેક દવાઓનો છટકાવ કરવા છતાં તેના પર નિયંત્રણ મળ્યું ન હતું.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA