ભાવનગર મંડળને મળી મોટી સિદ્ધિ : ધંધુકા ટ્રેક્શન સબ-સ્ટેશનનું 2×25 કેવી પ્રણાલી પર સફળ બેક ચાર્જિંગ
ભાવનગર, 11 જુલાઈ (હિ.સ.) : યાત્રિયોને સુરક્ષિત, વિશ્વસનીય અને ઉચ્ચ ક્ષમતાવાળી રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ આધુનિક રેલ વિદ્યુતીકરણ અવસંરચનાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. મંડળ રેલ પ્રબંધક
ભાવનગર મંડળને મળી મોટી સિદ્ધિ :


ભાવનગર, 11 જુલાઈ (હિ.સ.) : યાત્રિયોને સુરક્ષિત, વિશ્વસનીય અને ઉચ્ચ ક્ષમતાવાળી રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ આધુનિક રેલ વિદ્યુતીકરણ અવસંરચનાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેર (ટ્રેક્શન) વિજેન્દ્ર કુમાર મીણાના નેતૃત્વ અને દેખરેખમાં ધંધુકા ટ્રેક્શન સબ-સ્ટેશન (TSS)નું 2×25 કેવી ટ્રેક્શન પ્રણાલી હેઠળ સફળતાપૂર્વક બેક ચાર્જિંગ કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે ધંધુકા ટ્રેક્શન સબ-સ્ટેશનનું સફળ બેક ચાર્જિંગ બોટાદ–ગાંધીગ્રામ રેલખંડ પર 2×25 કેવી ટ્રેક્શન પ્રણાલી હેઠળ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)ને ચાર્જ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક સિદ્ધિ છે. આથી આ રેલખંડ પર આધુનિક ટ્રેક્શન પ્રણાલીના અમલીકરણને નવી ગતિ મળશે તેમજ ભવિષ્યમાં રેલ સંચાલન વધુ સુરક્ષિત, વિશ્વસનીય, ઊર્જા-દક્ષ અને કાર્યક્ષમ બનશે.

તેમણે વધુમાં જણાવ્યું કે 2×25 કેવી ટ્રેક્શન પ્રણાલી પરંપરાગત રેલ વિદ્યુતીકરણ પ્રણાલીની સરખામણીએ વધુ ક્ષમતા, ઉત્તમ વોલ્ટેજ નિયંત્રણ તથા લાંબા અંતર સુધી અવિરત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરે છે. આ પ્રણાલી દ્વારા ભારે અને વધુ ઝડપે દોડતી ટ્રેનોનું સંચાલન વધુ અસરકારક રીતે શક્ય બનશે. સાથે જ ઊર્જાની બચત, લાઇન લોસમાં ઘટાડો તથા જાળવણી સંબંધિત જરૂરિયાતોમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના પરિણામે રેલ સંચાલનની એકંદર કાર્યક્ષમતામાં વધારો થશે.

આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ વિદ્યુત વિભાગ તેમજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું કે ધંધુકા ટ્રેક્શન સબ-સ્ટેશનનું સફળ બેક ચાર્જિંગ ભાવનગર મંડળમાં આધુનિક રેલ અવસંરચનાના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બોટાદ–ગાંધીગ્રામ રેલખંડ પર રેલ સંચાલન વધુ વિશ્વસનીય, સુરક્ષિત, ઝડપી અને અસરકારક બનશે તથા મુસાફરોને વધુ સારી સેવાઓનો લાભ મળશે.

પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ ભારતીય રેલવેના આધુનિકીકરણ, ઊર્જા-દક્ષતા, પર્યાવરણમૈત્રી ટેક્નોલોજીના ઉપયોગ તથા વિશ્વસ્તરીય રેલ અવસંરચનાના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. ધંધુકા ટ્રેક્શન સબ-સ્ટેશનનું સફળ બેક ચાર્જિંગ આ પ્રતિબદ્ધતાનું એક સશક્ત ઉદાહરણ છે, જે ભવિષ્યમાં વિસ્તારના રેલ સંચાલનને નવી ગતિ આપવાની સાથે મુસાફરોને વધુ સુરક્ષિત, અવિરત અને ગુણવત્તાસભર રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande